પેટ્રોલ-ડીઝલ પર મોદી સરકારે સમય પર જ માર્યો માસ્ટર સ્ટ્રોક, એક રાજ્યે તો સમજીને તરત લીધો નિર્ણય હવે બાકીના રાજ્યનો વારો

પેટ્રોલ-ડીઝલના ઘટાડા સાથે નરેન્દ્ર મોદી માસ્ટર સ્ટ્રોક ચલાવી રહ્યા છે. કેન્દ્ર સરકારના આ ફેસલા થી વિપક્ષ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કેરળ સરકાર આ ફેંસલા ને એ સમજી ગઈ હતી પરંતુ બાકી સરકાર દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં અચાનક જ નરેન્દ્ર મોદીએ ખૂબ જ ઘટાડો કરી દીધો છે. જેથી વિપક્ષો જોડે હવે દલીલ કરવાનો કોઈ પ્રશ્ન રહ્યો નથી. પરંતુ નરેન્દ્ર મોદીના આ નિર્ણય તે કેટલાક લોકોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી માસ્ટર સ્ટ્રોક ચલાવી રહ્યા છે. નરેન્દ્ર મોદીના આ નિર્ણય બાદ હવે લોકો રાજ્ય સરકાર તરફ આંગળી ચીંધી રહ્યા છે. કેન્દ્ર સરકારમાંથી ટેક્સ માં ઘટાડો થતાં જનતા હવે રાજ્ય સરકારને પ્રશ્ન કરી રહી છે.

શનિવારના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ અને ગેસમાં લોકોને રાહત આપવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં પેટ્રોલમાં 9.5 રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો હતો અને ડીઝલમાં સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

તેમજ નિર્મલા સીતારામને અનેક જાહેરાત બહાર પાડી છે, નાણામંત્રીએ દ્વારા ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની સબસિડી આપવામાં આવશે તેમ જ એક પરિવારને વર્ષ દરમિયાન વધુમાં વધુ ૧૨ ગેસ સિલેન્ડર આપવામાં આવશે જેથી મધ્યમ વર્ગીય લોકોને ખૂબ જ રાહત ના સમાચાર મળ્યા છે.

નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતાં જણાવ્યું છે કે મારા માટે સૌપ્રથમ દેશના લોકો છે અને પેટ્રોલ-ડીઝલ ઉપર ઘટાડો કરતા તેમના જીવન જરૂરિયાતમાં મદદ મળી રહેશે અને તેમના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે.

કેન્દ્ર સરકાર તરફથી ઘટાડો થતાં કેરળ રાજ્ય પોતાના રાજ્ય ટેક્સમાંથી 8 રૂપિયા પેટ્રોલમાં થી અને છ રૂપિયા ડીઝલ માંથી ઘટાડો કરી દેતાં જનતામાં હવે ડબલ ફાયદો જોવા મળી રહ્યો છે જેથી કેરલ જનતા ખુબ જ ખુશ થઇ ગઇ છે.

પીએમ નરેન્દ્ર મોદી પેટ્રોલ અને ડીઝલ ની કિંમતમાં ઘટાડો કરતાં જાહેર જનતામાં રાહતનો શ્વાસ મળ્યા છે તેમજ સરકાર દ્વારા કેન્દ્ર સરકારના ટેક્સમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે ત્યાર બાદ હવે જોવામાં આવશે કે બીજા રાજ્યોના મુખ્યમંત્રી શું નિર્ણય લઈ શકે છે પોતાના રાજ્ય માટે ?

Leave a Reply

Your email address will not be published.