પી નડ્ડાની સ્પષ્ટતા: ભગવાનો અર્થ ભાજપ નથી થતો, યતિ નરસિંહાનંદ જેવા લોકોને અમે છાવરતા નથી

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનું કહેવું છે કે ભગવાનો અર્થ ભાજપ નથી અને બીજેપી યેતી નરસિંહાનંદ જેવા લોકો આને વધારો નથી આપતા. તેમણે કહ્યું છે કે અમુક લોકો આવું કરે છે જેને અમે સાચું નથી માનતા. બીજેપીનો અર્થ થાય છે બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ અને બધાના પ્રયત્ન. પાર્ટીનો આ જ મૂળ મંત્ર છે જેની સાથે તે આગળ વધી રહી છે.

જેપી નડ્ડા આગળ જણાવે છે – જો બીજેપીનો કોઈ કાર્યકર્તા આવી હરકત કરે છે તો અમે તેને રોકવામાં થોડો પણ સમય લગાવશું નહીં. બીજેપી અધ્યક્ષએ વિપક્ષ પર દેશની આત્મા પર હુમલો કરવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા દેશના 13 પ્રમુખ વિપક્ષી નેતાઓએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને મોદી સરકાર પણ ભડકાઉ ભાષણ આપવા અને દેશમાં સાંપ્રદાયિક વરવારણ ઊભું કરવા માટેનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ દેશના નાગરિકોના નામ પર એક ચિઠ્ઠી લખી હતી જેમ તેમણે કહ્યું હતું કે વિપક્ષ દ્વારા કરવામાં આવેલ વોટ બેન્ક પોલિટીક્સ અને ડિવિઝન પોલિટીક્સ હવે નહીં ચાલે. તેમણે આગળ લખ્યું હતું કે પીએમ મોદીનું ધ્યાન સંપૂર્ણ રીતે સબકા સાથે, સબકા વિકાસ પર છે.

બીજેપી અધ્યક્ષે કહ્યું કે દેશના યુવાનોને રોજગારીની તકોની જરૂર છે અને કોઈ પણ પ્રકારના અવરોધની નહીં. યુવાનો વિકાસ ઈચ્છે છે ભાગલા નહીં. દરેક ધર્મ, દરેક વય જૂથના લોકો સાથે મળીને ગરીબી સામે લડી રહ્યા છે જેથી ભારતને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય. વિપક્ષ પર પ્રહાર કરતા જેપી નડ્ડાએ કહ્યું- જે લોકો ભાગલાની રાજનીતિ કરવા માગે છે, તેમણે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોથી શીખવું જોઈએ.

બીજેપી રપ આરોપ લગાવનાર વિપક્ષને સાંભળવતા તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે એક ઝાડ પડે છે.’ એવું બોલીને 1984ના તોફાનનો ઉલેખખ કર્યો. તેમણે કહ્યું કે 1966માં ગૌવંશનું કતલ રોકવા માટે સાધુ પાર્લમેટ હાઉસ બહાર આંદોલન કરવા માટે બેઠા હતા તેમની પર ગોળીબારી કરાવી. આ ઇન્દિરા ગાંધીનો કાર્યકાળ હતો. એ સિવાય તેમણે 1969માં ગુજરાતમાં થયેલ તોફાન, 1980માં મુરાદાબાદમાં થયેલ તોફાન, 1984 ભિવાની, 1989માં ભાગલપુર તોફાન બધાનો ઉલ્લેખ કરીને ઘણું કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શનિવારે 13 વિપક્ષી નેતાઓએ મળીને દેશમાં વધી રહેલા સાંપ્રદાયિક રમખાણો અને ઝેરીલા ભાષણો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 13 પક્ષોએ સંયુક્ત રીતે એક નિવેદન જારી કરીને આ મામલે પીએમ મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપી ચીફ શરદ પવાર, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન અને ઝારખંડના સીએમ હેમંત સોરેનનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.