પીએમ મોદી ક્યાંક હળવાશમાં જોવા મળ્યા તો ક્યાંક ભાવુક પણ થયા, દાહોદ અને બનાસકાંઠામાં હજારોની મેદની ઉમટી

નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ માટે ત્રણ દિવસ માટે આવ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી ની તૈયારીઓ જોરશોરથી ચાલુ કરી દેવામાં આવી છે. તેમજ નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી જેમકે જામનગર, ગાંધીનગર, તેમજ દાહોદ ની મુલાકાત લીધી હતી.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા દિયોદર નજીક આવેલ બનાસડેરી બીજા સંકુલ, ખેતીવાડી સમિતિ પોટેટો પ્રોસેસિંગ એન્ડ પ્રોડક્ટ યુનિટ ન્યુ લોકાર્પણ નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે ગયા હતા ત્યાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં જનમેદની જોવા મળી હતી.

ત્યારબાદ નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં આવ્યા હતા ત્યાં તેમને ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન નું ઉદઘાટન કરી બિઝનેસ ક્ષેત્રમાં એક નવી પહેલ શરૂ કરી છે. ફક્ત એટલું જ નહીં દાહોદ જિલ્લામાં વિકાસ કાર્યો માટે કેટલાક કાર્ય શરૂ કરવામાં આવ્યા છે તેમજ નરેન્દ્ર મોદી દ્વારા કેટલાક નવા પ્રોજેક્ટ ચાલુ કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.