પોતાના ભાઈના લગ્ન છોડીને યુએસ ભાગી જશે માલવિકા, લગ્ન કરવાનો ઇનકાર કરશે અનુજ

સીરિયલ ‘અનુપમા’માં અનુજ અને અનુપમાના લગ્નની વિધિઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. અનુજ અને અનુપમાના લગ્નની વિધિઓ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે. લગ્નની આ વિધિઓમાં ભારે હોબાળો મચ્યો છે. વનરાજ અને બાના કારણે અનુપમાને વારંવાર અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે.

અત્યાર સુધી તમે સિરિયલ ‘અનુપમા’માં જોયું હશે, અનુજ અને અનુપમાની હલ્દી સેરેમનીમાં આખો શાહ પરિવાર ધૂમ મચાવવા પહોંચે છે. અનુજના સુંદર શબ્દો સાંભળીને અનુપમા ભાવુક થઈ જાય છે. જો કે, અનુપમાને હલ્દી સેરેમની પછી તરત જ મોટો આંચકો લાગશે. આ વખતે માલવિકા અનુપમા માટે માથાનો દુખાવો બનવા જઈ રહી છે.

ગૌરવ ખન્ના રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટારર સિરિયલ ‘અનુપમાના આગામી એપિસોડમાં તમે જોશો, અનુજ અને અનુપમા હલ્દી સેરેમનીમાં કિન્નર પહોંચશે. આ દરમિયાન અનુપમા તમામ કિન્નરોને તેના મિત્રો તરીકે કહેશે. આ સાંભળીને, કિન્નરો અનુપમાને ઘણા આશીર્વાદ આપશે. અનુપમાના લગ્નમાં કિન્નર જોરદાર ડાન્સ કરશે.

હલ્દી સેરેમનીમાં, પરિવારના સભ્યો વર અને કન્યાને લગ્નના વસ્ત્રો આપશે. આ દરમિયાન અનુજ અને અનુપમા પરિવારના તમામ સભ્યોનો આભાર માનશે. અનુજ અનુપમાને છોડવાની ના પાડશે. માલવિકા બળજબરીથી અનુજને પોતાની સાથે ઘરે લઈ જશે. ઘરે માલવિકા અનુજને કહેશે કે તે યુએસ જવાની છે. માલવિકાની વાત સાંભળીને અનુજના પગ નીચેથી જમીન સરકી જશે.

માલવિકાના આ નિર્ણયથી અનુજનો પારો ઉંચો જશે. અનુજ માલવિકાને આંખો બતાવવાનું શરૂ કરશે. અનુજ જાહેરાત કરશે કે તે માલવિકા વિના લગ્ન નહીં કરે. અનુજના શબ્દો જીકે અને માલવિકાને પરેશાન કરશે. બીજી તરફ, અનુપમા પણ કિંજલ અને પાખીને કાયમ સાથે રહેવાનું વચન આપશે. કિંજલ અને પાખી મળીને અનુપમાને લગ્ન માટે તૈયાર કરશે.

પીઠી લગાવ્યા પછી અનુપમા બા સાથે એકાંતમાં વાત કરશે. અનુપમા કહેશે કે તે બાને પોતાની મા માને છે. અનુપમા તેની માતા વિના લગ્ન કરવાનો ઇનકાર કરશે. અનુપમા બાને આલિંગન આપશે. અનુપમા દાવો કરશે કે તે બાના આશીર્વાદ લીધા વિના લગ્નમાં ક્યાંય જશે નહીં. અનુપમાની વાત સાંભળીને બા પણ ભાવુક થઈ જશે.

Leave a Reply

Your email address will not be published.