પોતાની માતાના લવરને બાપનો દરજ્જો આપશે અનુપમાના બાળકો, વનરાજનું ઉકળી ઉઠશે લોહી

સિરિયલ ‘અનુપમા’માં હાઈવોલ્ટેજ ડ્રામા ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. અનુજ અને અનુપમાના લગ્નના સમાચાર સાંભળીને વનરાજ અને બાની છાતી પર સાપ ફરી રહ્યા છે.બા અને વનરાજ આ વાત પચાવી શકતા નથી.અનુપમા ફરી લગ્ન કરવા જઈ રહી છે.

સીરીયલ ‘અનુપમા’માં તમે અત્યાર સુધી જોયું હશે, અનુજ અનુપમાને વનરાજના નાક નીચેથી લઈ જાય છે. અનુજ અને અનુપમા તેમની કૉલેજ પહોંચી જાય છે. અહીં અનુજ અને અનુપમા તેમના જૂના કૉલેજ દિવસોની યાદ તાજી કરે છે. બીજી તરફ વનરાજ અનુપમાના જવાથી ખૂબ નારાજ થઈ જાય છે. દરમિયાન વનરાજ અનુપમા માટે એક નવી આફત ઉભી કરવાનો છે.

ગૌરવ ખન્ના, રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટારર સિરિયલ ‘અનુપમા’ના આગામી એપિસોડમાં તમે જોશો, અનુજ અનુપમાને કહેશે કે અનુપમાના રેગિંગ પછી તેનું લોહી ઉકળી ઉઠ્યું. જે બાદ અનુજે કોલેજમાં રેગિંગ રોકવા માટે પોતાના પાવરનો ઉપયોગ કર્યો હતો. આટલું જ નહીં, અનુપમાને રેગિંગ કરનાર છોકરાને અનુજે માર માર્યો હતો.

અનુપમા પહેલા અનુજ સાથે કોલેજમાં સમય પસાર કરશે. આ દરમિયાન અનુજ અનુપમાને કોલેજના કિસ્સા સંભળાવશે. અનુજ જણાવશે કે કેવી રીતે તેને તેની લવ સ્ટોરી પૂરી કરવામાં 26 વર્ષ લાગ્યા. જે પછી અનુજ અને અનુપમા રાત્રે ડિનર માટે જશે. આ દરમિયાન અનુજ અને અનુપમાને ફરી એકવાર રોમાન્સ કરવાની તક મળશે. અનુજ અનુપમા સાથે ઘણો સમય વિતાવશે.

ઘરે વનરાજ બાપુજીની જાસૂસી કરવાનો પ્રયત્ન કરશે. વનરાજને શક થઈ જશે કે બાપુજી શાહ પરિવારથી કંઈક છુપાવી રહ્યા છે. આ દરમિયાન વનરાજ તેના બાળકોની વાતો સાંભળશે. અનુપમાના બાળકો દાવો કરશે કે લગ્ન પછી તેઓ અનુજને પાપા કહીને બોલાવશે. આ વાત વનરાજના હૃદયને તીરની જેમ વીંધી નાખશે. વનરાજની આંખમાં આંસુ આવી જશે.

બાળકોની વાત સાંભળીને વનરાજ પોતાને સંભાળવાનો પ્રયત્ન કરશે. વનરાજ પોતાને વચન આપશે કે તે બાળકોને કોઈપણ સંજોગોમાં પોતાનાથી દૂર થવા દેશે નહીં. વનરાજ તેના બાળકોને મેળવવા માટે અન્ય ષડયંત્રને અંજામ આપવાનો છે.

Leave a Reply

Your email address will not be published.