પોતાની એક્સ વાઇફને લગ્નના દિવસે જ મોતને ગળે લાગશે વનરાજ, અનુપમાનો મંડપમાં જ નીકળી જશે જીવ

ટીવી સીરિયલ ‘અનુપમા’માં અનુપમા શાહ હાઉસમાં સાત ફેરા લેવા જઈ રહી છે તે નક્કી છે. બાપુજી અને પરિવારે અનુપમા અને અનુજના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

જોકે, બા અને વનરાજ હજુ પણ આ લગ્નથી ખુશ નથી. અત્યાર સુધી તમે સિરિયલ ‘અનુપમા’માં જોયુ હશે કે અનુપમા બાપુજીને પોતાનો ચેક આપે છે. બાપુજી અનુપમાનો ચેક રાખે છે. અનુપમાનો દાવો છે કે હવે બાપુજી આ લગ્ન સાથે જોડાયેલા દરેક સપનાને સાકાર કરી શકશે.

અનુપમાનો પ્રેમ જોઈને બાપુજી ઇમોશનલ થઈ જાય છે. બીજી તરફ, અનુજ અનુપમાને એક સારા સમાચાર આપવાનું વિચારે છે. આ દરમિયાન સિરિયલ અનુપમાની વાર્તામાં મોટો ભુચાલ આવવાનો છે.

સિરિયલ ‘અનુપમા’ના આગામી એપિસોડ્સમાં તમે જોશો, પરિવારના તમામ સભ્યો અનુજ અને અનુપમાના લગ્નની વિધિઓમાં ભાગ લેશે. વનરાજના વલણથી પરેશાન થઈને કાવ્યા છૂટાછેડા લેવાનું નક્કી કરશે.

બા અનુપમાના લગ્નને અવગણવાનો પ્રયાસ કરશે. વનરાજ અનુજ અને અનુપમાને લગ્નની ભેટ આપશે. ભેટ તરીકે વનરાજ અનુપમાને કચરાની એક થેલી આપશે. વનરાજની ભેટ જોઈને અનુપમા ગુસ્સે થઈ જશે.

અનુપમા અને અનુજના લગ્નના દિવસે વનરાજ ઘણી બધી ઊંઘની ગોળીઓ ખાશે. ગોળીઓના કારણે વનરાજ બેહોશ થઈ જશે. વનરાજની તબિયત બગડતાં જ શાહ પરિવારમાં અંધાધૂંધી ફેલાઈ જશે. પરિવારના સભ્યો લગ્ન છોડીને હોસ્પિટલ તરફ ભાગશે. વનરાજના આ હરકતને કારણે અનુજ અને અનુપમાના લગ્નની વિધિઓ બરબાદ થઈ જશે.

વનરાજ બીમાર પડતાં જ બાનો ગુસ્સો અનુપમા પર વરસશે. વનરાજની હાલત માટે બા અનુપમાને જવાબદાર ગણશે. બા કહેશે કે અનુપમીના કારણે તેના પુત્રની આવી ખરાબ હાલત થઈ ગઈ છે. બાના આરોપો સાંભળીને અનુપમા રડવા માંડશે. આવી સ્થિતિમાં બાપુજી અને અનુજ અનુપમાને સાથ આપશે.

Leave a Reply

Your email address will not be published.