પ્રિમોન્સૂન એક્ટિવિટી ની તૈયારી, કેટલાક ગામોમાં જોવા થયો ભારે વરસાદ

ઉનાળાની ગરમી અને ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. તેવામાં અનેક રીતે આપણને આગાહી જોવા મળી છે. ખેડૂતો દ્વારા વરસાદની ખૂબ જ રાહ જોવામાં આવી રહી છે. તેવામાં બાબરા તાલુકામાં આવેલ પંચાળ પંથકમાં ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ ગરમી બાદ હવે વરસાદ જોવા મળી રહ્યો છે. 15 મિનિટ સુધી આવ્યા ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે ગામમાં પાણી ભરાઈ ગયું હતું.

અમરેલીમાં આવેલા પંથકમાં ફરી એકવાર ગરમી ખૂબ જ વધી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી ઘરમાં ૪૦ ડિગ્રીથી વધુ જોવા મળી રહી છે. પરંતુ હવે પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા ચોક્કસથી આગાહી કરવામાં આવી હતી.તેમ છતાં ત્યાં વરસાદ જોવા મળ્યો હતો.

સાંજના સમયે અચાનક જ વરસાદ જોવા મળ્યો હતો. વરસાદના થોડા સમય પહેલા ખૂબ જ ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો અને ધુર મોટા વંટોળ પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ સ્થાનિક લોકો ખૂબ જ હેરાન થઈ ગયા હતા.

15 મિનિટ સુધી અચાનક ખૂબ જ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું અને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય વાત એ છે કે આ વરસાદના કારણે કોઈપણ જાતનું નુકસાન થયું ન હતું.

ગ્રામીણ વિસ્તારના સરપંચ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે પંદરથી વીસ મિનિટ સમય સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. સ્થાનિક લોકોનું જણાવ્યું છે કે તેમણે સૌપ્રથમ છૂટા છવાયા વાદળૉ નજર આવ્યા હતા અને તેની સાથે સાથે ગરમી પણ ખૂબ જ વધી રહી હતી ત્યારબાદ ગરમીનું તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચ્યું હતું પરંતુ વરસાદ બાદ ૨૬ ડિગ્રી સુધી નીચું પણ આવી ગયું હતું.

Leave a Reply

Your email address will not be published.