પુરુષ લગ્નનું કહીને રેપ કરે તો કેસ, મહિલા છેતરપિંડી કરે તો ? જાણો કેરળ હાઈકોર્ટના જજે શું કહ્યું આ મામલે

કેરળ હાઇકોર્ટ દ્વારા ગુરુવારે એક મામલામાં સુનાવણી હાથ ધરતા એક ગંભીર ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે રેપ જેવા અપરાધને જેન્ડર સાથે જોડીને ન જોવા જોઈએ. આ અપરાધ જેંડર ન્યુટ્રલ હોવો જોઈએ.

કેરળ હાઇકોર્ટના જજ એ મહંમદ મુસ્તાકે આ ટીપ્પણી એક છુટાછેડા લઈ ચૂકેલા દંપતીની દીકરી ને કસ્ટડી મામલે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન કરી હતી. જજે આઈપીસીની કલમ 376 પર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ કાયદો જેન્ડર ન્યુટ્રલ હોવો જોઈએ. સુનાવણી દરમિયાન મહિલાના વકીલે દલીલ કરી હતી કે મહિલાનો પતિ રેપ કેસમાં આરોપી રહી ચૂક્યો છે.

જ્યારે સામેના પક્ષના વકીલે દલીલ કરી હતી કે તેના ક્લાયન્ટ જામીન પર બહાર છે અને તેના ઉપર લગ્નના નામે રેપ કરવાનો આરોપ હતો જે પાયાવિહોણો છે. આ મામલે સુનવણી કરતા જજ મહંમદ મુસ્તાક એ કહ્યું હતું કે, કલમ 376 જેન્ડર ન્યુટ્રલ નથી. કારણ કે જો કોઇ મહિલા પુરુષ સાથે લગ્ન કરવાની વાત કહીને તેને છેતરે છે તો તેના ઉપર કેસ થતો નથી. પરંતુ પુરુષ આ અપરાધ કરે તો તેના પર કેસ થાય છે આ કેવો કાયદો છે ? આ કાયદો બધા માટે સમાન હોવો જોઈએ.

આ પહેલા પણ અન્ય એક મામલાની સુનાવણી દરમિયાન જજ દ્વારા આ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે આ કલમની કેટલીક બાબતો મહિલા અને પુરુષ માટે સમાન નથી. તેમણે કહ્યું હતું કે ભારતીય દંડ સહિતામાં રેપ જેવા અપરાધોના જે પ્રાવધાન છે તેમાંથી કેટલાક જેન્ડર ન્યુટ્રલ નથી. જેમ કે કોઈ મહિલા લગ્નનું નામ આપીને પુરુષ સાથે શારીરિક સંબંધ રાખે છે, તેના પર સહમતી પ્રાપ્ત કરવાને લઈને મહિલાને સજા નથી આપવામાં આવતી પરંતુ જો કોઈ પુરુષ આ રીતે કરે અને મહિલા સાથે શારીરિક સંબંધ બનાવે તો તેના પર કેસ થાય છે.

શું છે આઈપીસીની કલમ 376 ?

ભારતીય દંડ સંહિતાની ધારા ૩૭૬ હેઠળ મહિલા સાથે કોઈ બળજબરીથી શારીરિક સંબંધ બનાવે તો તેને બળાત્કાર ની શ્રેણી માં સમાવવામાં આવ્યો છે. આવું કરનાર વ્યક્તિ કાયદાની દ્રષ્ટિએ દોષી હશે અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટના જજની આ ટીપ્પણી એવા સમયે સામે આવી છે જ્યારે ઘણીવાર જોવામાં આવ્યું છે કે આ કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં એવા ઘણા મામલા સામે આવ્યા છે જેમાં પુરુષોની વિરુદ્ધ ખોટી રીતે આ કલમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.

Leave a Reply

Your email address will not be published.