પુતિનની સ્માર્ટ મિસાઇલ શું છે, કે જેના વિષે રશિયાના દુશ્મનોએ વિચારી લેવું જોઈએ.

રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ 2 મહિનાથી યુધ્ધ ચાલી રહ્યું છે, રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ બુધવારે કહ્યું કે રશિયાએ સરમત ઇન્ટરકાટીનેન્ટલ બાઈલીસટીક મિસાઇલનું સફળતા પૂર્વક પરીક્ષણ કર્યું છે, જે વિશ્વની સૌથી શક્તિશાળી મિસાઇલ છે જેના વિષે કહેવામાં આવે છે કે એ કોઈપણ મિસાઇલ ડિફેન્સને પાર કરવા માટે સક્ષમ છે. તેને સતન નામથી પણ ઓળખવામાં આવે છે.

Sarmat મિસાઇલનું સફળ પરિસખાન એ રશિયાની રક્ષા કરવામાં એક મહત્વનું ભાગ ભજવી શકે છે. રાષ્ટ્રપતિ પુતિનએ આ પરીક્ષણ પછી મિસાઇલના વખાણ માં કહ્યું છે કે હવે રશિયાના દુશ્મનોએ બે વાર વિચાર કરશે. Sarmat મિસાઇલની શું છે ખાસિયત અને પુતિન કેમ તેના વખાણ કરે છે તેના વિષે તમારે આ બધુ જાણવાની જરૂરત છે.

રક્ષા મંત્રાલયએ જાણકારી આપતા જણાવ્યું છે કે Sarmat મિસાઇલને પ્લાસેતસ્ક કોસ્મોડ્રોમથી લગાવામાં આવી છે તે રાજધાની મોસ્કોથી ઉત્તરમાં લગભગ 800 કિલોમીટર દૂર છે. પહેલા પરીક્ષણમાં મિસાઇલએ રશિયાના સુદૂર પૂર્વમાં લગભગ 6000 કિલોમીટર દૂર કામચટકા પ્રાયદ્વીપને લક્ષમાં રાખીને નિશાન બનાવવામાં આવ્યું છે.

માનવામાં આવે છે કે આ મિસાઈલનું વજન 200 ટનથી વધુ છે અને તે 10 થી વધુ વોરહેડ્સ લઈ જવા માટે સક્ષમ છે. રશિયન મીડિયા અનુસાર, Sarmat ત્રણ તબક્કાની, પ્રવાહી-ઇંધણવાળી મિસાઇલ છે, જેની રેન્જ 18,000 કિમી છે અને તેનું લોંચ વજન 208.1 મેટ્રિક ટન છે. આ મિસાઈલ 35.3 મીટર લાંબી અને 3 મીટર વ્યાસની છે.

મિસાઇલ વિષે માનવામાં આવે છે આ 10 મોટા આયુધ સિવાય 16 નાના આયુધમાં પણ લઈ જવામાં આવે છે. ઇન્ટરકાટીનેટલ બેલીસટીક મિસાઇલને ઘણા વર્ષથી તૈયાર કરવામાં આવી રહી હતી અને આ પરીક્ષણ પશ્ચિમી દેશની માટે અપ્રત્યાશીત નથી.

પેંટાગણએ કહ્યું છે કે આ પરીક્ષણ નિયમિત છે અને અમેરિકા અને તેના સહયોગીઓની માટે જોખમ નથી, અમેરિકી રક્ષા વિભાગે કહ્યું છે કે મોસ્કોમાં Sarmatનું પરીક્ષણ શરૂ થવા પહેલા અમેરિકાને ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે અમેરિકાએ રશિયા સાથે વધતાં તણાવથી બચવા માટે 2 માર્ચએ  Minuteman III ICBM પોતાનું પરીક્ષણ સ્થગિત કરી દીધું હતું.

સ્થાનીય મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે એકવર પરીક્ષણ પૂરું થઈ ગયા પછી રશિયા પરમાણુ બળ આ વર્ષએ શરદ ઋતુમાં નવી મિસાઇલની ડિલિવરી લેવાનું શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published.