રાજકોટમાં પોલીસની દાદાગીરી, ઈંડા ખાધા પછી રૂપિયા ન આપ્યા, અને માંગ્યા તો સગીરને માર માર્યો

રાજકોટમાં બે દિવસ પહેલા પોલીસ કોન્સ્ટેબલ એ પોતાની પાવરનો દુરુપયોગ કરીને લુખ્ખાગીરી બતાવવાનો મામલો સામે આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ધમભા ઝાલા સહિત અન્ય પાંચ લોકો ઈંડા ની લારીએ નાસ્તો કરવા માટે આવ્યા હતા અને તે સમયે લારીના માલિકે આ લોકો પાસે પૈસા માગતા સમગ્ર મામલો જોવા મળ્યો હતો.

પોલીસના કોન્સ્ટેબલ પોતાના મિત્રો સાથે આવ્યા દાદાગીરી બતાવી ને મફતમાં નાસ્તો કરવા માગતા હતા જેના કારણે ઉગ્ર વિવાદ બાદ પોલીસ કોન્સ્ટેબલના લોકોએ લાડીના સંચાલકના પુત્રની ઊંમર બાર વર્ષ હતી તેના સાથે મારપીટ કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટના રાજકોટ પોલીસ સ્ટેશનના એસીપી જોડે પહોંચી છે.

પોલીસે ૧૨ વર્ષના દીકરાને ધોકે ધોકે તેને માર્યો હતો આ યુવક સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેને ગંભીર રીતે ઇજા પહોંચી છે અને ચાર પાંચ લોકો દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાંથી એકનું નામ દીપક ભાઈ છે. લારી સંચાલકનું કહેવું છે કે સમગ્ર ઘટના પૈસા ન આપવા બદલ અને પોતાને વર્દીનો ખોટો પાવર બતાવીને રોગ જમી રહ્યા હતા અને આજે રક્ષક જ ભક્ષક બની ગયો છે.

ફક્ત વાત એકસો વીસ રૂપિયાની જતી જાય 120 રૂપિયા પોલીસ કર્મીઓ આપવા તૈયાર થયા ન હતા. આ પોલીસ કર્મીઓ યુવક જોડે મફતમાં ખાવાનું ઈચ્છતા હતા. પરંતુ લારીના સંચાલક રફીકભાઈએ પૈસા માગતા તેમના દીકરાને ઢોર મારવામાં આવ્યો હતો અને તેના હાથને ફ્રેક્ચર કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ લારીના સંચાલકનું કહેવું છે કે તે આ મામલો કોર્ટ સુધી લઈ જશે અને આ ઘટના સાથે જોડાયેલ દરેક વ્યક્તિઓ સામે કાયદાકીય ગુનો નોંધી તેમને સજા અપાવશે.

બે દિવસ પહેલા ઈંડાની લાડીએ ધંધો કરી રહ્યા હતા. તે સમયે અચાનક અંદાજિત બાર વાગ્યે પોતાની લારીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ પોતાના મિત્રો સાથે નાસ્તો કરવા માટે આવ્યા હતા પરંતુ નાસ્તો કર્યા બાદ તે પૈસા આપ્યા નહિ અને પોતાની વર્દીનો ખૂબ જ રોફ જમાવી રહ્યા હતા પરંતુ જ્યારે પૈસા માગવામાં આવ્યા તે સમયે આ લોકો ગુસ્સામાં આવીને વસ્તુઓને તોડફોડ કરવા લાગ્યા ત્યારે વચ્ચે પડતા બાર વર્ષના બાળકને આ પોલીસ કર્મીઓ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.