રાજકોટની પ્રખ્યાત આત્મીય યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યા વાંદા, વિદ્યાર્થીઓમાં રોષ

રાજકોટ શહેરમાં અભ્યાસ કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય છે. અહીં તેઓ મસમોટી ફી ભરીને સારી કોલેજ અને હોસ્ટેલમાં એડમિશન લે છે. જેથી તેવું સારી રીતે અભ્યાસ કરી શકે અને અભ્યાસ પછી ખાવા-પીવાની પણ તકલીફ ન રહે. હોસ્ટેલમાં રહેવા અને જમવાના નામે મોટી ફી ઉઘરાવતા સંચાલકોની ફરજ છે કે વિદ્યાર્થીઓને આરોગ્યપ્રદ ભોજન આપે. પરંતુ તાજેતરમાં જ એક ઘટના બની છે જેમાં વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.

ઘટના બની છે રાજકોટની પ્રખ્યાત આત્મીય યુનિવર્સિટી માં. આત્મીય યુનિવર્સિટી ના હોસ્ટેલમાં પીરસતા ભોજનમાંથી વાંદા નીકળ્યા નો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પહેલી વખત નથી આ પહેલા પણ આવું થઈ ચૂક્યું છે અને તેમણે સંચાલકોનું ધ્યાન પણ દોર્યું હતું પરંતુ સંચાલકો આ બાબતે હજુ પણ બેદરકારી દાખવે છે.

ભોજનમાં નીકળતા જીવજંતુઓના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે હવે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. જોકે આ મામલો પ્રકાશમાં આવતા હવે હોસ્પિટલ મેનેજમેન્ટ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.

આ મામલે ફરિયાદ કરનાર અને હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યારે હોસ્ટેલ જોવા આવ્યા ત્યારે અહીંના કાર્યકર્તાઓએ મીઠી વાણીમાં અનેક વચનો આપ્યા હતા, વાલીઓને કહેવામાં આવે છે કે તેમને પરમીશન વિના વિદ્યાર્થીઓને બહાર જવા દેવામાં નહીં,

વળી અન્ય ક્યાંય રહેવા જશે તો ખોટી સંગત અને વ્યસનના રવાડે ચડી જશે, અન્ય જગ્યાએ ખાવા-પીવામાં પણ ધ્યાન આપવામાં નહીં આવે.. આવું જણાવીને હોસ્ટેલમાં એડમિશન લેવડાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે અહીં રહેવા આવ્યા ત્યારે સત્ય સામે આવ્યું.

હાથીના દાંત કહેવાના જુદા અને દેખાડવાના જુદા જેવી સ્થિતિ ધરાવતી આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને એવું જમવાનું પીરસવામાં આવે છે જેનાથી તેમનુ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે, ભોજન ની સ્થિતિ અતિશય ખરાબ હોય છે. ઘણી વખત જમવામાં થી કીડી મકોડા જેવા જીવજંતુ નીકળે છે.

થોડા સમય પહેલાં નાસ્તામાં આપવામાં આવતા ચેવડા ઉપર વાંદા ફરતા વિદ્યાર્થીઓ જોયા હતા. એટલું ઓછું હોય કે તાજેતરમાં જ દાળ અને ભાત માંથી વાંદો નીકળ્યો હતો. વિદ્યાર્થીઓ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સવારે નાસ્તામાં આપવામાં આવતા પૌવા માંથી બીડી જેવી વસ્તુ પણ નીકળી હતી.

વિદ્યાર્થીઓ ની ધીરજ હવે ખૂટી છે અને તેઓ રોષે ભરાયા છે. તેમનું કહેવું છે કે આ બધી જ વસ્તુઓ ના ફોટા તેમણે હોસ્ટેલ ના કાર્યકર્તા ને બતાવ્યા હતા. પરંતુ આજ સુધી આ મામલે કોઇ જ પગલાં લેવાયા નથી અને ભોજનની ગુણવત્તામાં પણ સુધારો થયો નથી. હોસ્ટેલનું કાર્યભાર સંભાળતા તુષાર પાઠક નામના વ્યક્તિએ વિદ્યાર્થીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તેમને રહેવું હોય તો રહે નહીં તો અહીંથી જતા રહે….

 

 

આ જવાબ સાંભળીને વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તેમનું કહેવું છે કે તેમના વાલીએ વિશ્વાસ સાથે તેમને આ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્ટેલમાં લેવાની અને ખાવાની પણ સારી એવી ભરવામાં આવી છે તેમ છતાં હોસ્ટેલમાં જાણે વિદ્યાર્થીઓ મફત માં રહેતા હોય તેવું વર્તન તેમની સાથે કરવામાં આવે છે. જેને આ મામલે તેમના વાલીઓ રેક્ટર ને ફોન કરે છે ત્યારે આ મામલે પગલાં લેવામાં આવશે તેવું કહેવામાં આવે છે પરંતુ આજ સુધી સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

તેવામાં ભોજનમાંથી વાંદા અને જીવજંતુની કરવાની ઘટનાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા પણ જોવા મળી રહી છે. રોગચાળા ના આ સમયમાં આ પ્રકારનું ભોજન વિદ્યાર્થીઓને માટે હાનિકારક સાબિત થઈ શકે છે ત્યારે જરૂરી છે કે મહાનગર પાલિકા તંત્ર પણ આ મામલે કાર્યવાહી હાથ ધરે.

Leave a Reply

Your email address will not be published.