રાજકોટમાં ટ્રક અને ટ્રેકટર વચ્ચે થયો ભારે અકસ્માત, પુત્ર સામે પિતાનું મોત થઈ ગયું, પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો

રાજકોટમાં આવેલા ઉપલેટામાં અચાનક જ ખૂબ જ મોટા બે અકસ્માતના બનાવ સામે આવ્યા છે. ઘટના સ્થળ ઉપર જ બે વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવ્યો છે. પોરબંદર રોડ ઉપર અચાનક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં પુત્રને નજર આગળ પિતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમજ બીજો બનાવ ગણોદ ગામ માં જોવા મળ્યો હતો જ્યાં અચાનક જ ટ્રેક્ટર પલટી મારી જતા માજી સરપંચનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયુ હતું.


પ્રથમ અકસ્માતની વાત કરવામાં આવે તો ઉપલેટાના પોરબંદર રોડ ઉપર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ખૂબ જ મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં પિતાનું ગંભીર રીતે મોત નીપજ્યું હતું. આ વ્યક્તિનું નામ પ્રવીણભાઈ મેતા છે. તેમના પુત્રને ગંભીર ઈજા થતાં તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

 

વાત કરવામાં આવે બીજા બનાવ ની તો ઉપલેટામાં આવેલા ગણોદ ગામમાં એક ખેતરમાં માજી સરપંચ નું ટ્રેકટર પલટી મારી જતા દિનેશભાઈ મકવાણા જે માજી સરપંચ છે. જેમનું ઘટના સ્થળ ઉપર કરૂણ મોત નિપજયું હતું. ત્યારબાદ બંને ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ઉપલેટા લઈ જવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.