રાકેશ બેદીની દીકરીના રીસેપ્શનમાં પહોંચ્યા જેઠાલાલ અને જોની લીવર, જોઈ લો વિડીયો

આજે ટીવી અને ફિલ્મ જગતના બધા દિગ્ગજ કોમેડી કલાકારો એક જ ફ્રેમમાં જોવા મળ્યા હતા. અવસર હતો કોમિક લિજેન્ડ રાકેશ બેદીની પુત્રી રિદ્ધિમા બેદીના વેડિંગ રિસેપ્શનનો, જેની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

રાકેશની પુત્રી રિદ્ધિમા બેદીના વેડિંગ રિસેપ્શનમાં લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશી અને જોની લીવર સહિત ટીવી જગતના ઘણા જાણીતા સ્ટાર્સે હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ રિસેપ્શન પાર્ટીના ઘણા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે, જેમાં તમે ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા ચહેરાઓને મસ્તી કરતા જોઈ શકો છો. પાર્ટીમાં દિલીપ જોશી, નિર્માતા અસિત મોદી, ફિલ્મ ઉદ્યોગના કોમેડી કલાકાર જોની લીવર, તેમની પુત્રી જેમી લીવર, રમેશ સિપ્પી, અવતાર ગિલ, ગુડ્ડી મારુતિ, રાજેશ પુરી, ગોપી ભલ્લા અને મુકેશ ઋષિ સહિત અન્ય ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. તમામ ટીવી સ્ટાર્સે મળીને પાર્ટીમાં જોરદાર રંગ જમાવ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

એક સમાચાર અનુસાર, તેમની દીકરી રિદ્ધિમાના લગ્ન વિશે વાત કરતા, રાકેશ બેદીએ કહ્યું, ‘તેમના લગ્ન 20 માર્ચે દિલ્હીમાં થયા હતા. બાકીના તમામ ફંક્શન ત્યાં થયા. ગઈકાલે અમે અમારા મિત્રો અને નજીકના લોકો માટે મુંબઈમાં રિસેપ્શન પાર્ટી રાખી હતી.

એમને આગળ કહ્યું કે પોતાના મિત્રોને મળવું હંમેશા સારું લાગે છે. અમે લગ્ન અને રિસેપ્શન વચ્ચે થોડું અંતર રાખ્યું, કારણ કે અમે ઇચ્છતા હતા કે વર-કન્યા થોડા સેટલ થાય. તસવીરોમાં રાકેશ બેદી ગ્રે પેન્ટ કોટમાં જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.