રાખી દવે ચાલશે નવી ચાલ, વનરાજ સાથે ડિવોર્સના બદલામાં કાવ્યાને આપશે નોકરીની ઓફર

દર્શકોનો ફેવરિટ શો અનુપમાંમાં અનુ અને અનુજના લગ્નની રસમો ચાલી રહી છે. વીતેલા એપિસોડમાં તમે જોયું કે ઘરમાં અનુજ અને અનુપમાંના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બાપુજી, જીકે, મામાજી, કિંજલ અને સમર મળીને લગ્નની તૈયારીઓ માટે સાથે બેસે છે.

અનુજ કહે છે કે એ હંમેશાથી અનુ સાથે લગ્ન કરવાનું સપનું જોતો હતો અને હવે એના લગ્ન થઈ રહ્યા છે. આજના એપિસોડમાં તમે જોશો કે અનુપમાં માલવિકાને સમજાવે છે કે આ વનરાજને બીજો મોકો આપવાનો નિર્ણય અનુજનો હતો એનો નહિ. માલવિકા અનુપમાં સામે ગુસ્સો કરવા બદલ માફી માંગે છે

આજના એપિસોડમાં તમે જોશો કે રાખી શાહ હાઉસમાં ભુચાલ લાવવાનો પ્લાન કરી રહી છે. એ કાવ્યાને ભડકાવવાનું કામ કરે છે જેનાથી એ વનરાજને ડિવોર્સ આપી દે. કાવ્યાના ડિવોર્સ આપી દીધા બાદ શાહ હાઉસ તૂટી જશે અને કિંજલ એની પાસે પાછી આવી જશે.

રાખી દવે કાવ્યાને ઓફર કરે છે કે જો એ વનરાજને ડિવોર્સ આપશે તો એ એને નોકરી આપશે. ઘરે આવીને કાવ્યા વનરાજ સાથે ઝગડે છે અને એને નવી નોકરી શોધવાનું કહે છે.

બીજી બાજુ અનુપમાં નારાજ અનુજને મનાવવાનો પ્રયત્ન કરે છે જો કે અનુજ એને ઇગ્નોર કરે છે. અનુપમાં કહે છે કે ગુસ્સામાં એ વધુ ક્યૂટ લાગે છે. અનુજ અનુપમાંને કહે છે કે એ ઈચ્છે છે કે એના લગ્નમાં બધા ખુશ રહે.

એ દરમિયાન બન્ને વચ્ચે લવી ડવી રોમાન્સ થાય છે. તો બાપુજી અનુપમાંના લગ્નના કાર્ડ લઈને બધાને ઇનવાઈટ કરવા જાય છે. એ અનુપમાંની માતાને પણ નિમંત્રણ આપે છે. તો લીલા કહે છે કે એ કોઈપણ કિંમત પર લગ્નમાં નહિ આવે.

Leave a Reply

Your email address will not be published.