રામનવમી એ થયેલ પથ્થર મારા તોફાનીઓના ગેરકાયદેસર કરેલ બાંધકામને દૂર કરાયા

ગુજરાતના ખંભાત ના શક્કરપુર વિસ્તારમાં રામ નવમીના દિવસે પથ્થરમારાની ખૂબ જ મોટી ઘટના થઈ હતી તેમજ પોલીસે આ ઘટના વિશે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને અસામાજિક તત્વો ની ધરપકડ કરી છે. ખંભાત તાલુકામાં દબાણ દૂર કરવા માટે પોલીસ દ્વારા એક પહેલ કરવામાં આવી છે. તેમજ ખંભાતના શક્કરપુર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવેલ મકાનો હટાવવા માટે ની કામગીરી કરવામાં આવી છે.

રામનવમીના દિવસે ખંભાતના શક્કરપુર વિસ્તારમાં બગદારામ ની શોભાયાત્રા નીકળી હતી તે દિવસે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યું હતું તેમજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તો તેમાં મૌલવી સહિત બીજા કેટલાક માણસોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ કેટલાક સમયથી સામસામેના ગ્રુપમાં ઉગ્ર આંદોલન પણ ચાલી રહ્યું હતું.

આમળાના નિવારણ માટે પોલીસ ઘટના સ્થળ ઉપર આવી હતી. સમાજમાં દૂષણ ફેલાવતાં લોકોની ધરપકડ કરી હતી. ખંભાતના શક્કરપુર દબાણના પણ ખૂબ જ કિસ્સાઓ સામે આવી રહ્યા હતા દિવસેને દિવસે લોકો ગેરકાયદેસર મકાન બનાવવા લાગ્યા હતા ત્યારે પોલીસે બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર મકાનો ધરાશાયી કરી દીધા હતા.

હજુ તો આ પથ્થરમારાની ઘટનાને થોડો પણ સમય થયો નથી ખંભાત બીજું કશ્મીર ના બને તે માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ તપાસ ચાલી રહી છે.

ખંભાતના શક્કરપુર વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર મકાનો બનાવવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર મકાનોને સરકાર દ્વારા પાડી દેવામાં આવ્યા છે. પોલીસ અધિકારી નું કહેવું છે કે આ દબાણ જલ્દી દૂર કરવામાં આવે તે માટે તેમને ઉપર થી ઓર્ડર આપવમા આવ્યો છે.કલેકટર સહિત જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. તેમ જ ગેરકાયદેસર તમામ મકાન ને અહીંયા થી હટાવવામાં આવશે. પોલીસ સાથે વાતચીત કરતાં માહિતી મળી કે સંવેદનશીલ પોઈન્ટ ઉપર શાંતિ રહે તે માટે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.

પોલીસની તમામ ટીમ ખંભાતમાં

રામ નવમીના દિવસે અહીંયા પથ્થરમારો થયો હતો અને લોકોને ખુબ જ ઉર્જા પહોંચી હતી તેમ જ આ દિવસ પહેલા અહીંયા આવો બનાવ જોવા મળ્યો હતો જેના લીધે પોલીસ અધિકારીની બદલી કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવ બનતા જ પોલીસને તમામ ટીમ આવી ગઈ અને કઈ થાય એ પહેલાં જ શાંત કરી દેવામાં આવ્યું.

ઉત્તર પ્રદેશના ચૂંટણી દરમિયાન દબાણ હટાવવા માટે બુલડોઝર લઈને પ્રચાર કરવા માટે નીકળ્યા હતા અને મધ્યપ્રદેશમાં અસામાજિક તત્વો દ્વારા બનાવેલ ગેરકાયદેસર મકાનો ને દુર કરવા માટે બુલડોઝર લઈને શિવરાજ સિંહ ચૌહાણ નીકળ્યા હતા એ માટે તેમને મામા ના નામથી ઓળખવામાં આવે છે.

શું હતો સમગ્ર મામલો

10 એપ્રિલ રવિવારના દિવસે ખંભાત તાલુકામાં રામનવમીના દિવસે ખૂબ જ મોટી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યા અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.બન્ને ટોળા એકબીજા સામે પથ્થરમારો ચાલુ કરી દેતા કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. તેમ જ અસામાજિક તત્વો દ્વારા દુકાન પર આગ લગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળ ઉપર તાત્કાલિક ધોરણે આવી જતા ત્યાં સમગ્ર મામલો કાબૂમાં લઇ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published.