રશિયાએ કર્યું વિનાશકાય મિસાઇલનું પરીક્ષણ, આ છે ટોપ 5 મિસાઇલ.

યુક્રેન પર હુમલા શરૂ થયાના બે મહિના પછી રશિયાએ નવા પરમાણુ-સક્ષમ અંતરમહાદ્વીપ બેલીસટીક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ પરીક્ષણ પછી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો દાવો છે કે તેનાથી માસ્કોના દુશ્મન રોકાઈ જવા પર અને વિચારવા પર મજબૂર થઈ જશે. લાંબા સમય રાહ જોયા પછી સરમત મિસાઇલનું પહેલીવાર ઉત્તર-પશ્ચિમી રશિયાના પલસેતસ્કનું પરીક્ષણ કર્યું હતું. સરમતએ લગભગ 6000 કિમી દૂર પોતાના લક્ષ્ય પર સટીક નિશાન લગાવ્યું હતું. આ મિસાઇલ પરીક્ષણએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પણ આજે અમે તમને આવી જ પાવરફૂલ 5 ટોપ મિસાઇલ વિષે જણાવી રહ્યા છે.

Trident II: અમેરિકાની Trident II સબમરીનથી લોન્ચ કરવાવાળી એક મિસાઇલ છે. તેને પહેલીવાર 1990માં તૈનાત કરવામાં આવી હતી. Trident II મિસાઇલમાં આખા ભાર સાથે 7800 કિમી અને ઓછા ભાર સાથે 12000 કિમી સુધી મારવાની ક્ષમતા ધરાવે છે. આ Trident II મિસાઇલમાં બીજી ICBMની તુલનામાં સૌથી લાંબી રેન્જ નથી, પણ તે Trident II મિસાઇલ એકસાથે 14 વોરહેડ પણ લઈ જઈ શકે છે. જમીન પર બેલેસ્ટિક મિસાઈલનું સ્થાન શોધી શકાય છે, પરંતુ આ સબમરીનને દરિયામાં શોધવી મુશ્કેલ છે. આ ટ્રાઇડેન્ટ II મિસાઇલને અત્યંત ઘાતક બનાવે છે. તેથી, સબમરીન પર તૈનાત ટ્રાઇડેન્ટ II બેલિસ્ટિક મિસાઇલોના હુમલા સામે રક્ષણ કરવું અશક્ય છે. ટ્રાઇડેન્ટ II મિસાઇલોનું અપગ્રેડેડ વર્ઝન 2042 સુધી યુએસમાં સેવામાં હોવાની અપેક્ષા છે.

SS-18 Satan : રશિયાની આર-36 ICMB મિસાઇલ પહેલીવાર 1971માં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ દેશ આને એસએસ-18 નામથી ઓળખાય છે. અઆ મુખ્યરીતે ફાસ્ટ અને વધારે પેલોડ હોવાને લીધે એક ખૂબ સક્ષમ મિસાઇલ છે. મિસાઇલ એન્જિનનો વિકાસ રશિયા પશ્ચિમી દેશથી આગળ હતું અને હજી પણ આગળ જ છે. આ મિસાઇલની મારક ક્ષમતા 11000 કિમી છે અને તે 10 વોરહેડ સુધી લઈ જઈ શકે છે. એટલે તેના પરમાણુ હથિયારને મિસાઇલમાં ડિફેન્સ સિસ્ટમથી રોકવું મુશ્કેલ છે. આ મિસાઇલ મેરીલેન્ડ, વરમૉડ અને રોડ આઇલેન્ડ જેવા 3 અમેરિકી રાજ્યને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે.

RS-24 Yars : આ એક નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ. પશ્ચિમમાં તેને SS-29 તરીકે ઓળખવામાં આવે છે. તેને 2010માં રશિયન સેનામાં સામેલ કરવામાં આવી હતી. તે ઘન ઈંધણ બેલિસ્ટિક મિસાઈલ છે. યાર્સની રેન્જ 12,000 કિમી છે. છે. આ મિસાઈલ 10 વોરહેડ્સ લઈ જઈ શકે છે. યાર્સનો સીઈપી 150-200 મીટર છે. આ મિસાઈલ 33,300 km/h (Mach 27)ની ઝડપે પહોંચી શકે છે. જ્યારે પરંપરાગત ઇન્ટરસેપ્ટર મિસાઇલોને 6173 કિમી/કલાક (મેક 5) ની ઝડપે લક્ષ્યો મારવામાં મુશ્કેલી પડે છે. તેની પાસે લક્ષ્ય સુધી પહોંચવાની ઓછામાં ઓછી 60-65 ટકા તક છે.

LGM-30G Minuteman III : Minuteman III અમેરિકામાં સૌથી વધુ સંખ્યામાં તૈનાત કરવામાં આવેલ મિસાઇલ છે. તેને 1970માં સેનામાં શામેલ કરવામાં આવી હતી. જૂની થઈ ગઈ હોવા છતાં પણ તે સતત કામ કરી રહી છે. તેની પ્રભાવશાળિતા બનાવી રાખવા માટે તેમના ઘણા સુધારા કરવામાં આવ્યા છે. Minuteman IIIની બધી મિસાઇલ જમીન પર કે અને તેની સ્થિતિ જાણી શકાય છે. તેની રેન્જ 13000 કિમી છે.

R-29RMU2.1 Layner : R-29RMU2.1 Layner એ રશિયાની સબમરીનથી લોન્ચ કરવાવાળી મિસાઇલ છે. આને 2014માં રશિયા સેનામાં શામિલ કરવામાં આવી હતી. આ મિસાઇલઈ અધિકતમ રેન્જ પેલોડ સાથે 8300 કિમી છે અને ઓછા ભાર સાથે 12000 કિમી છે. આ મિસાઇલ 12 વોરહેડ લઈ જઈ શકે છે. જો કે રશિયન ડેલ્ટા 4 સબમરીન અમેરિકા કે બ્રિટિશ મિસાઇલથી લેસ સબમરીનમાં ગોપનીય જગ્યાએ નથી. તેમ છતાં આ બીજી મિસાઇલની તુલનામાં યુધ્ધમાં તેની અસર વધારે થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published.