રશિયાએ યુક્રેન પર કર્યો સાયબર અટેક, માઇક્રોસોફ્ટના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

રશિયા અને યુક્રેનના વચ્ચે યુધ્ધને બે મહિના થઈ ગયા છે. રશિયા હવે ફક્ત દારૂગોળા અને મિસાઇલ નહીં પણ યુક્રેન પર સાઇબર એટેક પણ કરીરહ્યા છે. યુધ્ધ વચ્ચે રશિયાના હેકર્સની ટીમ હવે યુક્રેન પર સાઇબર એટેક કરવા માટે તૈયાર છે. માઈક્રોસોફ્ટ કંપનીએ બુધવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં દાવો કર્યો છે કે રશિયા તરફથી યુક્રેન પર હવે સાઇબર એટેકનો દાવો કર્યો છે.

માઈક્રોસોફ્ટ એ રિપોર્ટમાં કહ્યું છે કે રશિયા સરકાર સમર્થિત હેકરોએ છેલ્લા કેટલાક સમય દરમિયાન યુક્રેનમાં અનેક સંગઠન પર સાઇબર હુમલો કરી તેનો ડેટા નષ્ટ કરી દીધો છે. અને સૂચનાઓનું એક અરાજક વતાવતર ઊભું કરી દીધું છે.’ રિપોર્ટમાં કહ્યું છે કે લગભગ અડધા હુમલા મહત્વપૂર્ણ અવસંરચના પર કર્યા અને ઘણીવાર આવા હુમલા બોમ્બમારી સાથે કર્યા છે.

માઈક્રોસોફ્ટએ કહ્યું કે રશિયા સંબંધ સમૂહ માર્ચ 2021 થી આ હુમલાની તૈયારી કરી હતી જેથી તે નેટવર્કને હેક કરી રણનીતિ અને યુધ્ધભૂમિની ખાનગી માહિતી ભેગી કરી શકે અને ભવિષ્યમાં તેને વાપરી શકે. રિપોર્ટ અનુસાર યુધ્ધ દરમિયાન, હેકરોએ નાગરિકોની વિશ્વસનીય જાણકારી અને મહત્વપૂર્ણ સેવાઓ સુધી પહોંચી બાધા ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે.

હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ રશિયાએ યુક્રેનની સરકારી વેબસાઈટ, બેંકોના ઓનલાઈન પ્લેટફોર્મ અને અન્ય સંસ્થાઓને નિશાન બનાવીને સાયબર હુમલા શરૂ કર્યા છે. યુક્રેનનું કહેવું છે કે ગયા અઠવાડિયે તેમને ચેતવણી પણ મળી હતી કે આગામી દિવસોમાં તેમના પર સાયબર હુમલા થવાના છે અને આવું થયું છે. યુક્રેને આ હુમલાઓ માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે.

યુક્રેનને અવારનવાર રશિયાનું હેકિંગ પ્લેગરાઉન્ડ કહેવાય છે. રશિયાએ હુમલાની પોતાની ટેકનોલોજી અને ટૂલ્સની તપાસ માટે ઘણા હુમલા કર્યા છે. 2015માં બ્લેક એનર્જી કહેવાય છે એવા સાઇબર એટેકમાં યુક્રેનની ઇલેક્ટ્રિક ગ્રીડ ખરાબ થઈ ગઈ હતી. આ કારણે જ પશ્ચિમી યુક્રેનમાં યુટિલિટી કંપનીના 80 હજાર ગ્રાહકોને સીધો બ્લેકઆઉટનો સામનો કરવો પડ્યો હતો.

તેના એક વર્ષ પછી ઇન્ડસટોયર નામનો એક સાઇબર હુમલો થયો, જેનાથી યુક્રેનની રાજધાની કિવના પાંચમા ભાગમાં એક કલાક માટે અંધારું થઈ ગયું હતું. એ સમયે અમેરિકા અને યુરોપ યુનિયનએ આ હુમલા માટે રશિયા મિલીટરી હેકરને દોષી સાબિત કર્યો હતો. જો કે એ પૂરી દુનિયામાં ફેલાઈ ગયા અને તેનાથી હજારો કંપનીઓના કોંપ્યુટર સિસ્ટમ દવસ્ત કરી દીધી. તેને 10 અરબ ડોલરનું નુકશાન થયો હતો.

Leave a Reply

Your email address will not be published.