રશિયા વિરુધ્ધ વાપરવામાં આવેલ મિસાઇલ સામેલ થઈ ભારતીય સેનામાં, ચીન આવ્યું મુશ્કેલમાં.

ચીનના બતાવવાના અને ચાવવાના દાંત અલગ અલગ છે. આપણાં દેશ સાથે તે શાંતિ વાર્તાની વાતો કરે છે પણ સીમા પર રહેલ સેનાને તેઓ ક્યારેય પાછા હટાવતા નથી. તે ભારત ચીનની દરેક હરકત પર નજર રાખીને બેઠું હોય છે. ભારત સતત ચીનને દરેક વખતે જડબાતોડ જવાબ આપવા માટેની ટીઆયરી કરી રહ્યું છે.

મોદી સરકારના કાર્યકાળમાં ઇઝરાયલ પણ ભારતની નજીક આવી ગયું છે. ઇઝરાયલ આધુનિક હથિયાર નિર્માણ કરવામાં ખૂબ આગળ છે, તે દેશ આપણી જરૂરતને પૂરી કરવા માટે કોઈપણ સમયે તૈયાર હોય છે. ઇમરજન્સી ઓર્ડર પણ ઇઝરાયલ આપણાં દેશના અત્યાધુનિક એંટી-ટેન્ક ગાઈડેડ મિસાઇલ પહોંચાડી દે છે, જેને સેનામાં શામિલ કરવામાં આવી છે.

ઇઝરાયલની આ ખતરનાક મિસાઇલ રસ્તા પર આવેલ કોઈપણ નાના ઓબ્જેક્ટને ટાર્ગેટ કરવા માટે સક્ષમ છે. તેને ભારતમાં ‘ટેન્ક કીલર’ પણ કહેવામાં આવે છે. આ મિસાઇલની રેન્જ બહુ જબરજસ્ત છે. આ લાંબી દૂરીને ટાર્ગેટ પણ કરી શકે છે.

ટેન્ક કે પછી બખ્તરબંધ ગાડીઓને પણ તે પાછળ છોડી શકે છે. ચીન સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે ભારતીય સેનાને તેની જરૂરત અનુભવી. ચીનથી લાગેલ બોર્ડર પર બંને સેનાઓ વચ્ચે ચાલી રહેલ સ્થિતિમાં આ મિસાઇલ ભારતીય રણનીતિક ને ફાયદો પહોંચાડી શકે છે.

ભારતીય સેના તેના કાફલામાં સ્પાઇક એલઆર-2 લોન્ચર્સ અને મિસાઇલોને સામેલ કરી રહી છે, જે જમીનથી જમીન પર 6 કિમી સુધીના સચોટ લક્ષ્યાંકો આપી શકે છે. ભારતીય વાયુસેના રશિયા પાસેથી મેળવેલા Mi-17 V5 હેલિકોપ્ટરમાં સ્પાઇક NLOS મિસાઇલો સ્થાપિત કરી રહી છે, જે 30 કિમીની રેન્જ સુધીના કોઈપણ હથિયારને નષ્ટ કરવામાં સક્ષમ છે. ઈઝરાયેલ સાથેના કરાર હેઠળ આ મિસાઈલો ભારતમાં પણ બની શકે છે.

રશિયાએ યુક્રેન પર જે રીતે પોતાની તાકાત વાપરી રહ્યું છે તેના ઘણા એરિયાને કબજામાં લઈ લીધા છે, અમુક એવી જ મંશા ચીન પણ રાખી રહ્યું છે. જો કે તે ભારતને અવગણી રહ્યું છે પણ તેને બહુ પસ્તાવો કરવાનું થઈ શકે છે. અત્યારસુધી આપણાં દેશએ જેટલા પણ યુધ્ધ લડ્યા છે તેમાં રશિયાએ તેની મદદ કરી છે,

પણ બદલાયેલ પરિસ્થિતિમાં ચીન અને રશિયા ખૂબ નજીક આવી ગયા છે. તેનાથી ભારત અને ચીનના યુધ્ધમાં રશિયા તટસ્થ ભૂમિકામાં રહી શકે છે. તો જો અમેરિકા આપણાં દેશનો સાથ આપે છે તો રશિયા અપ્રત્યક્ષ રીતે ચીનનું સમર્થન કરી શકે છે. આવી સ્થિતિમાં ભારતને પોતાને મજબૂત કરવું જ રહ્યું આ સિવાય કોઈ વિકલ્પ નથી.

Leave a Reply

Your email address will not be published.