રશિયન સેનામાં હવે બાળકોની ભરતી કરવામાં આવી રહી છે , જાણો યુધ્ધ સંબંધિત વાતો.

યુક્રેન સાથે લાંબી ચાલેલ લડાઈથી રશિયા હવે ખૂબ હેરાન થઈ રહ્યું છે. તેમણે યુક્રેન પર કરવામાં આવી રહેલ હુમલા વધારી દીધા છે. હવે સમાચાર છે યુક્રેનમાં પોતાના સૈનિકોની સંખ્યા વધારવા માટે બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇજેશનનું કહેવું છે કે આ યુધ્ધમાં મોટા પાયે રશિયન સૈનિકોનું મૃત્યુ થયું છે. એવાં તેમની કમી પૂરી કરવા માટે રશિયા બાળકો ભરતી કરી રહ્યું છે.

એક રિપોર્ટ પ્રમાણે હુમન રાઇટ્સ ઓર્ગેનાઇજેશનએ આરોપ લગાવ્યો છે કે રશિયા 16 વર્ષના બાળકોને સેનામાં ભરતી કરી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે ક્રેમલીન પૂર્વી યુક્રેનમાં પોતાના સૈનિકોની સંખ્યા વધારવા માટે બાળકોની ભરતી કરી રહી છે. તેમની તૈયારી હવે લગભગ 30,000 બાળકોની ભરતી કરવા માટેની છે. કેમ કે યુધ્ધમાં આટલી સંખ્યામાં સૈનિકો પ્રભાવિત થયા છે.

તે જ સમયે, યુક્રેનનું કહેવું છે કે સેનામાં બાળકોને ભરતી કરવી એ જીનીવા કન્વેન્શનનું ઉલ્લંઘન છે. યુક્રેને આ મામલે તપાસની માંગ કરી છે. માનવાધિકાર સંગઠનનો આરોપ છે કે બાળકોને તેમની ઈચ્છા વિરુદ્ધ તાલીમ આપવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેમને યુદ્ધના મેદાનમાં મોકલવામાં આવશે. ટ્રેનિંગમાં તેમને હથિયાર ચલાવવાથી લઈને સૈન્ય અને સંરક્ષણ રણનીતિઓ શીખવવામાં આવી રહી છે.

આ સંગઠનને આશંકા છે કે રશિયા લગભગ અમુક બાળકોને પહેલાથી જ યુધ્ધના મેદાનમાં મોકલી દેવામાં આવ્યા છે અને તેમનું મૃત્યુ પણ થઈ ગયા છે એક રિપોર્ટ પ્રમાણે ઘણા એવા સૈનિક પણ યુધ્ધ મેદાનમાં દેખાઈ રહ્યા છે જેમણે યુધ્ધમાં ઉતરવા દેવા જોઈતા નહોતા.. બીજી બાજુ યુક્રેન સાંસદમાં માનવધિકાર આયુક્ત દેનીસોવાએ કહ્યું છે કે બાળકો સેન્ય પ્રશિક્ષણ લઈ રહ્યા છે. આ દરમિયાન ઘણાની મૃત્યુ થઈ ગઈ છે. રશિયા બાળકોને સેનામાં ભરતીને પ્રેરણા આપી રહ્યા છે. આ જીનેવા કન્વેન્શનના નિયમોનું ઉલંઘન કર્યું છે તેની તપાસ થવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.