રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે નિકોલમાં ‘લલકાર રેલી’, 14 માંગો પૂર્ણ કરવા હુંકાર

અમદાવાદમાં આજે દલિત સમાજ દ્વારા ખૂબ જ મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમજ ગુજરાતના દલિત સમાજ ના લોકો ત્યાં ભેગા થવાના છે. અને યુવાનો સામે થયેલા કેસ ને પાછા ખેંચવા માટે ની માગણી માટે અમદાવાદ નિકોલમાં ખૂબ જ મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સરકારની દરેક યોજનાઓ માં દલિત સમાજ ને ૮ ટકા લાભ આપવામાં આવે તેમજ ગુજરાતના દરેક શહેરમાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવામાં આવે. તે માટે દલિત સમાજ ભવ્ય રેલીનું આયોજન કરવાના છે.

બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી દિવસે આ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી

સૂત્રો દ્વારા માહિતી મળતી મુજબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતીના દિવસે એટલે કે ૧૪મી એપ્રિલના રોજ 14 માંગો સાથે દલિત સમાજ દ્વારા રેલીનું ભવ્ય રેલી ની આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ આ રેલીને જીગ્નેશ મેવાણી ના નેતૃત્વ નીચે કરવામાં આવશે. દિવસેને દિવસે વિધાનસભાની ચૂંટણી ખૂબ જ નજીક આવી રહી છે. ત્યારે પાટીદાર સમાજના આંદોલન યુવાનો પર થયેલા કેસો સરકારે પાછા ખેંચી લીધા છે. તે માટે દલિત સમાજ ના લોકો પોતાના સમાજ ઉપર થયેલા કેસો પાછા ખેંચવા માટે રોડ ઉપર આવ્યા છે.

જીગ્નેશ મેવાણી બાબાસાહેબ આંબેડકર ના જન્મ દિવસ દરમિયાન લલકાર રેલીમાં પોતાની હાજરી આપી હતી. તે સમયે તેમણે કહ્યું હતું કે જો અમારી માંગ પુરી નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે. તેમજ દરેક દલિત સમાજને ૮ ટકા લાભ મળવો જોઇએ. તેમજ દરેક ગામમાં અંગ્રેજી સ્કૂલ શરૂ કરવામાં આવે તેવી કેટલીક માંગણી જીગ્નેશ મેવાણી દ્વારા સરકારને કરવામાં આવી હતી.

 જીગ્નેશ મેવાણી દ્વારા સરકાર સામે કઈ કંઈ માંગ કરવામાં આવી હતી

દરેક ગામમાં અંગ્રેજી શાળાઓ શરૂ કરવામાં આવે

દલિત સમાજ ઉપર થયેલા કેસો પાછા ખેંચવામાં આવે

દલિત સમાજ ઉપર થયેલા અત્યાચારો નો ન્યાય આપવામાં આવે

રાજ્ય સરકાર દ્વારા મળતી યોજનામાં દર એક દલિતને ૮ ટકા લાભ મળે

સરકારી નોકરીમાં ફિક્સ પગાર બંધ કરવામાં આવે

જો અમારી આ માંગણીઓ પૂરી નહીં થાય તો થશે ઉગ્ર આંદોલન…… જીગ્નેશ મેવાણી

મીડિયા સાથે વાતચીત કરતા જીગ્નેશ મેવાણી એ જણાવ્યું કે ડોક્ટર ભીમ રાવ બાબાસાહેબ આંબેડકર નો જન્મ ભારત જેવી પવિત્ર ભૂમિ માતા હતો. બાબાસાહેબ આંબેડકર એ દલિત સમાજ માટે ખૂબ જ ઉમદા કાર્યો કર્યા છે. તેમજ આજે અમારી માગણી એટલા માટે છે કે કોઈ ગરીબ નો દીકરો ગરીબ અથવા વંચિત ન રહી જાય તે માટે અમે સરકાર સામે કેટલીક માગણીઓ રાખી છે. જો સરકાર દ્વારા અમારી 14 માગણી પૂરી કરવામાં નહીં આવે તો ઉના કાંડ વખતે દલિતોએ જે પોતાની તાકાત અને એકતા નો પરિચય બતાવ્યો હતો તે ફરીથી ગુજરાતમાં જોવા મળી શકે તેમ છે. અને ઉગ્ર આંદોલનની ગુજરાતમાં તૈયારી રાખવી.

Leave a Reply

Your email address will not be published.