રાતે સુતા પહેલા જરૂરથી કરવું જોઈએ આ કામ, સારી ઊંઘ આવવાની સાથોસાથ ઘરની સુખ-સમૃધ્ધિમા પણ થશે વધારો, જાણો તમે પણ…

બધા લોકો આખો દિવસ કઇ ને કઇ કામ કરતા હોય છે. તેથી તે લોકો થાકીને રાત્રે ઊંઘી જાય છે. જે લોકો વધારે થાકેલ હોય છે તેને ખુબ જ સારી એવી નીંદર આવે છે. આ આપણા આરોગ્ય માટે ખુબ જ જરૂરી છે. જ્યારે આપણી તબિયત ખરાબ હોય, વિચાર નકારાત્મક હોય અને માનસિક અશાંતી હોય ત્યારે લોકોને નીંદર આવતી નથી અથવા તો તે લોકોની નીંદર વારંવાર ઊડી જાય છે.

જ્યોતીષોના જણાવ્યા મુજબ સુતા પહેલા અમુક બાબતનુ ધ્યાન રાખવુ જોઇએ. જો તમે તે બાબતનુ ધ્યાન રાખશો તો તમને સારી નીંદર આવશે. તમારી માનસિક ચિંતા અને તણાવ પણ દુર થશે. આનાથી ઘરમા સુખ, શાંતી અને સમૃદ્ધી પણ આવે છે. આનાથી તમે સારો આરામ પણ કરી શકો છો. તો ચાલો જાણીએ તે બાબતો વિશે.

આપણે જે બેડ પર ઊંઘીએ છીએ તે આરામદાયક રાખવો જોઇએ. તેના પર રાખવામા આવતા ઓછાળ અને ઓશિકાના કલર સારા અને આકર્ષિત રાખવા જોઇએ. તે કલરને તમે તમારી આંખોથી જોશો એટલે તે તમને પસંદ પડવા જોઇએ. તેની સીધી અસર આપણા મગજમા થાય છે અને આપણને સારી નીંદર આવે છે.

ઘરમા કપુરને બાળવુ ખુબ જ સારુ ગણવામા આવે છે. તે સકારાત્મક હોય છે. તેથી તેને બાળવાથી ઘરમા અને શયનખંડમા સકારાત્મકતા પ્રસરે છે. તમે આને રાત્રે તમારા આખા ઘરમા પણ સળગાવી શકો છો. તમે આને ખાલી તમારા બેડરૂમમા પણ સળગાવી શકો છો. આમ, કપુર બાળવાથી ઘરમા અથવા રૂમમા રહેલ નકારાત્મકતા હમેશા માટે દુર થાય છે. તેનાથી ઘરમા સુખ, શાંતી અને સમૃદ્ધી આવે છે. તમને નીંદર પણ ખુબ સારી આવી છે.

ઊંઘતા પહેલા તમારે હમેશા પગ ધોવા જોઇએ અને પાણીના કોગળા કરવા જોઇએ. ખરાબ પગ સાથે ક્યારે પણ પોતાની પથારીમા ના જાવુ જોઇએ. તેની સાથે મોઢુ પણ ચોખ્ખુ હોવુ જોઇએ. તમે જ્યારે પગ ધોયા બાદ તેને હમેશા લુછી લેવા જોઇએ. ભીના પગે પણ પથારીમા ના જાવુ જોઇએ. તમે આમ કરો છો, તો તમારા ઘરની આર્થીક સ્થિતિ નબળી પડે છે.

તમે જ્યારે સુવો છો ત્યારે તેની દિશા વિશેષ હોવી જોઇએ. તમે જ્યારે ઊંઘો છો ત્યારે પગની સ્થિતિ વારંવાર બદલાવતા રહો છો, તો આમ કરવાથી તમારી નીંદર ખરાબ થાય છે અને રૂમના દરવાજા તરફ પગ રાખીને ક્યારેય પણ ના ઊંઘવુ જોઇએ. જો તમે આમ કરો છો, તો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે.

આપણે જ્યારે સુવા માટે આંખો બંધ કરીએ છીએ ત્યારે આપણા મગજમા ઘણુ બધુ આવે છે. તેથી જ સુતા સમયે સકારાત્મક વસ્તુઓ વિચારવી જોઇએ. તમારે તમારા કરીયર માટે શું કરવુ છે? તમે તેમા કઇ રીતે આગળ વધી શકો છો? તમને તેમા કેવી રીતે સફળતા મળશે? તમને તેના માટે ક્યાથી પ્રેરણા મળશે? આવા જ સકારાત્મક વિચારો કરવા જોઇએ.

આ બાબતોનુ ખાસ ધ્યાન રાખવુ :

બીજાના બેડ પર ન સુવુ જોઇએ. ખરાબ અને તુટેલ બેડ પર ન સુવુ જોઇએ. ખરાબ રૂમ અથવા ખરાબ ઓછાળ વાળા પલંગ પર પણ ન સુવુ જોઇએ. ડાબી બાજુ જોઇને સુવુ જોઇએ. ડાબી બાજુ સુવાથી આપણુ આરોગ્ય સારુ બને છે. ઊંઘતા પહેલા દેવી દેવતાના નામ લેવા જોઇએ અથવા તો તેનુ ધ્યાન કરવુ જોઇએ. આમ કરવાથી તમારી બીક અને ચિંતા દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *