રવિન્દ્ર જાડેજાએ CSK ની કપ્તાની એમએસ ધોનીને પરત સોંપી, 6 મેચ હારતા લીધો આ મહત્વનો નિર્ણય…

આ વર્ષ દરમિયાન આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ ખરાબ પરફોર્મન્સ કરવામાં આવી રહ્યું છે. તેમજ 8 માંથી 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આઇપીએલના ઈતિહાસમાં ચેન્નઇ સુપરકિંગ દ્વારા ચાર વખત આઈપીએલ ટ્રોફી જીતવા માં આવી છે. પરંતુ આ વર્ષે અને પોઇન્ટ ટેબલમાં તે નવમા નંબરે જોવા મળી છે.

વિડિયો સાથે રવિન્દ્ર જાડેજા વાતચીત કરતાં જણાવે છે કે તે વધુ ફોકસ કરવા માંગે છે. તેમજ ધોનીના નેતૃત્વ નીચે તે ખૂબ બધું શીખવા માગે છે. ત્યાર બાદ મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની ટીમની કમાન સંભાળી છે.

આઈપીએલમાં ખરાબ પ્રદર્શનના કારણે આ ટીમ 9 માં નંબરે પર જોવા મળી રહી છે. તેમજ સોશિયલ મીડિયા ઉપર રવિન્દ્ર જાડેજાની કેપ્ટન શિપ ઉપર ખૂબ જ પ્રશ્નો ઉઠ્યા છે. પરંતુ આટલો મોટો નિર્ણય અચાનક લઈ લેશે તે વાતની કોઈને જાણ પણ ન હતી. રવિન્દ્ર જાડેજાના કેપ્ટન બન્યા બાદ સીએસકે ટીમ નું ખરાબ ફોર્મમાં ચાલી રહ્યું છે. આ વર્ષ દરમિયાન 8 મેચમાં રવિન્દ્ર જાડેજાએ ફક્ત ૧૧૨ રન જ કર્યા છે.

જાડેજાની કેપ્ટનશીપ છોડ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યા છે. રવિન્દ્ર જાડેજા ૨૦૧૨થી સીએસકે ની ટીમ માં જોડાયેલ છે. 24 માર્ચ ના દિવસે મહેન્દ્રસિંહ ધોનીએ રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ આપી હતી. પરંતુ આજે ખરાબ પ્રદર્શનના કારણે રવિન્દ્ર જાડેજાએ કેપ્ટનશીપ મહેન્દ્રસિંહ ધોની ને પાછી આપી દીધી છે. ધોની ની ઉંમર આજે ચાલીસ વર્ષ સુધી થઈ ગઈ છે. તેમ છતાં તેમની બેટિંગ જોઈને આજે દરેક લોકો મોઢામાં આંગળા નાખી દે છે.

આઈપીએલ શરૂ થવાના બે દિવસ પહેલા મહેન્દ્ર સિંહ ધોની એ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યા હતા પરંતુ આજે રવિન્દ્ર જાડેજાએ કેપ્ટનશીપ માંથી રાજીનામું આપી દીધું છે.

Leave a Reply

Your email address will not be published.