રેશ્મા પટેલે આપી હાર્દિક પટેલ ને સોનેરી સલાહ, ભાજપ પર વિશ્વાસ કરતાં પહેલા..

હમણાં આપણાં ગુજરાતમાં ચુંટણીના અણસાર મળી રહ્યા છે. જ્યારે પણ ચુંટણી આવે છે ત્યારે બધાની નજર હોય છે કે કયો નેતા કે પછી સમાજનો અગ્રણી એ કઈ પાર્ટીમાં જોડાશે. હવે તેઓ જાતે જોડાય છે કે પછી બીજી પાર્ટી તેને પોતાની પહેલી પાર્ટી પાસેથી આંચકી જાય છે. આ બધુ જોવા માટે રાજનીતિમા રસ ધરાવતા લોકો ખૂબ ઉત્સાહિત હોય છે.

હમણાં આ રાજનીતિને લીધે હાર્દિક પટેલ પણ સતત ચર્ચામાં રહેતા હોય છે. આજે પણ અમે તમને હાર્દિક પટેલ સાથે જોડાયેલ એવા જ એક રસપ્રદ સમાચાર જણાવી રહ્યા છે. વાત એમ છે કે ટ્વિટર પર પોસ્ટ લખીને હાર્દિક પટેલે કોંગ્રેસને છોડી દીધી છે એ વાત તો હવે ઘરે ઘરે બાધા જાણી ગયા છે. કોંગ્રેસને ગુજરાત વિરોધી કહીને એક રીતે હાર્દિક પટેલે ભાજપના વખાણ કર્યા છે. ત્યારે હવે પાટીદાર આંદોલન સમિતિનાં પૂર્વ નેતા અને NCP લીડર રેશમા પટેલે હાર્દિક પટેલને એક ઓપન લેટર લખ્યો છે.

રેશ્મા પટેલના ઓપન લેટરથી તેઓ હાર્દિક પટેલને ઘણું સંભળાવવા પણ માંગતા હતા અને તેમને એક સોનેરી સલાહ આપતા પણ દેખાઈ રહે હતા. લેટરમાં તેમણે લખ્યું છે અને હાર્દિકને ભાજપના વખાણ કરવા પર સંભળાવ્યું છે. જ્યારે તેઓ ભાજપમાં જોડાયા હતા ત્યારે હાર્દિકે તેમના વિષે જે કહ્યું હતું એ બધુ તેમને યાદ અપાવ્યું છે. આ સાથે સલાહ પણ આપી છે કે ભાજપમાં અમને થયેલ અનુભવને હમેશાં ધ્યાનમાં રાખજો.

જો કે તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા કે નહીં તેના કોઈ સમાચાર ઑફિશિયલી મળ્યા નથી. હવે જોવું રહેશે કે આ ગુજરાતની ચુંટણી પહેલા રાજનીતિ કેવા કેવા વળાંક લેશે. તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો.

Leave a Reply

Your email address will not be published.