રીબડા ગામ ખાતે આયોજિત લોકડાયરામાં ચલણી નોટોનો થયો વરસાદ, સ્ટેજ નોટોથી છલોછલ ભરાઈ ગયું

ગુજરાતમાં આવેલ રાજકોટ અને ગોંડલ નેશનલ હાઈવે પર રીબડા ગામ આવેલ છે.જ્યાં ખૂબ જ મોટી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ભાગવત સપ્તાહ રમેશભાઈ ઓઝા પ્રસ્તુત કરવાના હતા. આ ભાગવત સપ્તાહ હવે પૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે. અને ખૂબ જ મોટા પ્રમાણ માં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દૂર-દૂરથી લોકો આ લોક ડાયરો જોવા માટે આવ્યા હતા.

જેમાં રાજભા ગઢવી, દેવાયત ખવડ હકાભા, ગઢવી તેમજ બીજા અન્ય મોટા દસ કલાકારો લોકગીત અને સાહિત્ય લોકો સુધી પૂરું પાડી રહ્યા હતા અને લોકો ખૂબ જ મજા માણી રહ્યા હતા. આ ભાગવત સપ્તાહમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક લોકો ઉપર તેમના ઉપર ખૂબ જ પૈસા નો વરસાદ કર્યો હતો અને સ્ટેજ સંપૂર્ણ રીતે પૈસાથી ઢંકાઈ ગયું હતું.

કથા ની શરૂઆતમાં સૌપ્રથમ લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી, ઓસામણ મીર સાઈરામ દવે જેવા અનેક મોટા કલાકારો લોકગીત ભજન તેમજ દેશભક્તિ વિશે વાતો કરીને લોકોને જાગૃત કર્યા હતા. સ્થાનિક લોકો તેમની વાતોથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા.

ખુશ થઈ ને જોનારા લોકોએ તેમના ઉપર 500 રૂપિયાની નોટો ઉડાવીને સમગ્ર સ્ટેજ પૈસાથી છલકાઈ ગયું હતું. આ લોકડાયરામાં ભાજપના ઉપાધ્યક્ષ સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ મોટા મોટા રાજકારણીઓ લોકો પણ હાજર રહ્યા હતા.

26 મેના રોજ રીબડા ગામે ખૂબ જ મોટું શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કથાનું આયોજન મહિપતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ જ આ કથામાં ગોંડલ રાજકોટ સહિત દૂર-દૂરથી લોકો આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.