રોડ શો દરમિયાન પીએમ મોદીજીએ રોકાવી પોતાની ગાડી, આ યુવતીને સ્પેશિયલ મળવા ઉતર્યા.

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની નેતૃત્વવાળી સરકારના 8 વર્ષ પૂરા થવા પર શિમલામાં આયોજન કરવામાં આવેલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ત્યાં એક રોડ શોમાં પણ તેઓ શામેલ થયા હતા. જો કે એ સમય દરમિયાન તેઓ ચોંકી જાય છે. તેમને ત્યાં આવેલ માણસોની ભીડમાં એક યુવતી દેખાય છે તે યુવતીએ જે પેંટિંગ બનાવી હતી એ જોઈને તેઓ ચોંકી જાય છે.

પીએમ મોદીએ એ યુવતીની સાથે મુલાકાત કરી અને તેણે બનાવેલ પેંટિંગની ભેટ સ્વીકાર કરી. આ દરમિયાન તેમણે એ યુવતી સાથે વાતચીત પણ કરી હતી. તેઓએ પૂછ્યું હતું કે કે આ પેંટિંગ તે જાતે બનાવે છે?

ત્યારે યુવતી જણાવે છે કે હા તે જાતે બનાવે છે. પછી પીએમ મોદીજી પૂછે છે કે આ પેંટિંગ બનાવતા તેને કેટલો સમય લાગે છે ત્યારે તે યુવતી જણાવે છે કે તે એક જ દિવસમાં આ બનાવી લે છે.

આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ યુવતીને તેનું નામ પૂછ્યું અને તેને પૂછ્યું કે તે કયા રહે છે? ત્યારે યુવતી જણાવે છે કે તે શિમલામાં જ રહે છે. પ્રધાનમંત્રીએ આટલી ભીડ વચ્ચે પણ તે દીકરીના માથે હાથ મૂક્યો અને તેણે બનાવેલ ખાસ પેંટિંગ લઈને આગળ વધ્યા.

તમને જણાવી દઈએ કે તે યુવતીએ પીએમ મોદીજીના માતાની પેંટિંગ બનાવી હતી. ભીડમાં માતાની એ પેંટિંગ જોઈને તેમણે ગાડી ઊભી રાખવી હતી. આ પછી ગાડીમાંથી ઉતરીને ચાલતા તેઓ તે યુવતી પાસે પહોંચે છે.

તમને જણાવી દઈએ કે પીએમ મોદી મંગળવારે પોતાના નેતૃત્વવાળી સરકારના 8 વર્ષ પૂરા થવા પર શિમલા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઘણી સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરી અને પછી એક રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ આ શિમલાથી કિસાન સમ્માન નિધિની 11મો હપ્તાના રૂપમાં 21,000 રૂપિયા જાહેર કર્યા હતા.

લાભાર્થીઓ સાથે વાતચીત દરમિયા પીએમ મોદીએ કર્ણાટકના કલબુરગીની એક મહિલા સંતોષીને કહ્યું હતું કે જે રીતે તે પોતાના વિચાર વ્યક્ત કરે છે તેનાથી તેઓ પ્રભાવિત છે અને જો તે ભાજપની કાર્યકર્તા હોય તો તેઓ તેને ચુંટણી લડવા માટે કહેતા.

લદાખના એક પૂર્વ સૈનિકે પ્રધાનમંત્રીને જણાવ્યું કે તેમનું જળ જીવન મિશન અને પીએમ આવાસ યોજનાનો તેમને ફાયદો મળ્યો છે અને યોજનાનો લાભ લેવામાં તેમને કોઈપણ તકલીફ પડી નથી.

Leave a Reply

Your email address will not be published.