રોમાન્સની બાબતમાં અનુપમાએ આપી ટીવીની વહુઓ ને ટક્કર, ઘડપણમાં ચડી જવાની

અનુપમા સિરિયલમાં જલ્દી જ શરણાઈ વાગવા જઈ રહી છે. અનુજ અને અનુપમા આગામી દિવસોમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ દરમિયાન અનુપમા અને અનુજની કેટલીક તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં અનુજ અને અનુપમા જોરદાર રોમાન્સ કરતા જોવા મળે છે.

તસવીરો જોઈને ચાહકો પણ કહેવા લાગ્યા છે કે ઘડપણમાં અનુપમા પર યુવાની ચઢી રહી છે. આ રિપોર્ટમાં અમે તમને અનુજ અને અનુપમાની રોમેન્ટિક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.

લગ્ન પહેલા અનુપમાનો અંદાજ સંપૂર્ણપણે બદલાઈ ચુક્યો છે. આ વખતે અનુપમા ફક્ત તેના દિલની વાત સાંભળી રહી છે.
મોકો મળતા જ અનુજ અનુપમાને ડિનર ડેટ પર લઈ જશે. આ દરમિયાન અનુજ અનુપમા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવશે.

લગ્ન પહેલા અનુપમા તેના જીવનની દરેક પળ જીવવા જઈ રહી છે. તસવીરમાં અનુપમા અનુજની નિહારતી જોવા મળે છે. ડિનર ડેટ દરમિયાન અનુજ અનુપમાને હેરાન કરવાનો છે. તસવીરમાં અનુજ અનુપમા પર પાણી છાંટતો જોવા મળે છે.

અનુજ તેની ડેટ પર બ્લેક સૂટમાં આવશે. તો, અનુપમા પણ કાળી સાડી પહેરશે અને કહેર વર્તાવશે. અનુજ અને અનુપમાની રોમાન્સ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો આ તસવીરો પરથી નજર હટાવી શકતા નથી. અનુજ અનુપમાને બાઇક પર લઈ જશે. આ દરમિયાન અનુજ અનુપમાને કૉલેજની મુલાકાત માટે પણ લઈ જશે.

Leave a Reply

Your email address will not be published.