રૂપાલી ગાંગુલીએ બતાવી અનુજ અને અનુપમાની સગાઈની પહેલી ઝલક, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેન્સ, કહ્યું કે નજર ના લાગે

ટીવીના સૌથી લોકપ્રિય શો ‘અનુપમા’માં સૌની લાડકી ‘અનુપમા’ અને તેના સ્પેશિયલ ફ્રેન્ડ અનુજ કાપડિયાની સગાઈ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે.શોમાં હાલ ખૂબ જ હાઈ વોલ્ટેજ ડ્રામા ઓન છે અને વનરાજ કોઈપણ હાલતમાં આ લગ્ન ન થવા દેવાની કસમ ખાધી છે. બન્યું એવું કે બાપુજીની તબિયત અચાનક બગડી અને વનરાજે હંમેશની જેમ આ વખતે પણ બધો દોષ અનુપમા પર નાખી દીધો.

બાબુજીની તબિયત બગડ્યા બાદ વનરાજે સ્પષ્ટ કહ્યું છે કે અનુપમાના લગ્નને લગતી કોઈપણ વિધિ શાહ હાઉસમાં કરવામાં આવશે નહીં. આ બાબતે બાબુજી અને વનરાજ વચ્ચે દલીલો થાય છે.

બીજી તરફ સમગ્ર શાહ પરિવાર અનુપમા અને અનુજ કાપડિયાની સગાઈની તૈયારીમાં વ્યસ્ત છે. દરમિયાન, રૂપાલી ગાંગુલીએ અનુપમાની સગાઈની પ્રથમ ઝલક તેના ચાહકો માટે શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના ચાહકો તેમના ફેવરિટ કપલને પ્રેમથી Maan કહે છે. રૂપાલી અને ગૌરવ વારંવાર #MaAn ના ચાહકો માટે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ શેર કરે છે. આવી સ્થિતિમાં અનુપમાએ પોતાની અને ગૌરવ ખન્નાની એક તસવીર શેર કરી છે.

આ તસવીર શેર કરતાં રૂપાલીએ કેપ્શનમાં લખ્યું, ‘અમારી સગાઈમાં ચોક્કસ આવજો…..’. રૂપાલી ગાંગુલી આ તસવીરમાં પિંક અને ગ્રે શેડની સાડીમાં જોવા મળી રહી છે. તો, ગૌરવ ખન્ના આસમાની રંગની શેરવાની પહેરેલો જોવા મળે છે. ચાહકો આ તસવીર પર પ્રેમ વરસાવી રહ્યા છે.

રૂપાલી ગાંગુલીના શોમાં દર્શકો લાંબા સમયથી તેને અને ગૌરવ ખન્નાને એક થતા જોવા માંગતા હતા, હવે તેમની ઈચ્છા પૂરી થતી જોવા મળી રહી છે. જો કે, વનરાજના ઈરાદા તો કંઈક જુદા જ દેખાઈ રહ્યા છે. તે અનુપમાની ખુશી જોઈ શકતો નથી અને તે આ સંબંધને તોડવા માટે તમામ પ્રયાસ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.