રૂપાલી ગાંગુલીએ એક સાથે બે શો કરવામાં આવતા ચેલેન્જ વિશે કરી ચર્ચા

લોકપ્રિય અભિનેત્રી રૂપાલી ગાંગુલી શેર કરે છે કે તેણી કેવી રીતે ટીવી શો “અનુપમા” અને પ્રિક્વલ વેબ સિરીઝ “અનુપમા – નમસ્તે અમેરિકા” માટે એક સાથે શૂટ કરવાનું મેનેજ કરે છે. અભિનેત્રીએ કહ્યું કે બે શોના શૂટિંગ વચ્ચે તાલમેલ બેસાડવું એમના માટે થોડું પડકારજનક છે.

રૂપાલી કહે છે, “એક જ સમયે ટીવી સિરિયલ અને ‘અનુપમા – નમસ્તે અમેરિકા’ના શૂટિંગ વચ્ચે કામ કરવું થોડું પડકારજનક હતું, પરંતુ જ્યારે તમે રાજન શાહી અને ઈશિકા શાહી જેવા નિષ્ણાત નિર્માતાઓ સાથે હોવ ત્યારે તમને સારું લાગે છે.’

અનુપમાંની આખી ટીમ છેલ્લા કેટલાક દિવસોથી બંને શો માટે એકસાથે શૂટિંગ કરી રહી હતી, પરંતુ તેઓએ ખાતરી કરી કે અમને ક્યારેય વધારે કામ ન મળે અને અમારી પાસે પૂરતો સમય હોય.”

પડકારો વિશે વાત કરતાં તે કહે છે, “ખાસ કરીને એક અભિનેત્રી તરીકે મારા માટે, બંનેના ફેરફારો વચ્ચે મેનેજ કરવું મુશ્કેલ હતું. ટીવી શ્રેણીમાં, હું 45 વર્ષની છું અને વેબ સિરીઝમાં હું 27 વર્ષની છું, પરંતુ તેમને સહજ ટ્રેનજીશન સુનિશ્ચિત કર્યું.” ‘અનુપમા – નમસ્તે અમેરિકા’ ટીવી શો ‘અનુપમા’ની પ્રીક્વલ છે જે ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રસારિત થાય છે.

Leave a Reply

Your email address will not be published.