રૂપાલી ગાંગુલીએ માનના 9 મહિના પુરા થવા પર કરી નાખ્યા અનુજના આવા વખાણ, વિડીયો જોઈને નહિ રોકાય તમારું હસવાનું

અનુપમા સિરિયલમાં આ સમયે અનુજ અને અનુપમાનું લગ્ન જીવન બતાવવામાં આવી રહ્યું છે. આ સિવાય સિરિયલમાં વનરાજની હાલત પણ ખરાબ થતી જોવા મળી રહી છે. સિરિયલમાં અનુપમાના જીવનમાં સુખની સાથે-સાથે દુ:ખના વાદળો પણ જોવા મળે છે, પરંતુ તેમ છતાં અનુપમા ચાહકો વચ્ચે પોતાની અલગ જ સ્ટાઈલ બતાવતી જોવા મળે છે.

અનુપમાનું પાત્ર ભજવનાર રૂપાલી ગાંગુલી હાલમાં જ ફેન્સ વચ્ચે એક નવો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તે તેની પાછળ ઉભેલા અનુજના વખાણ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયો રૂપાલી ગાંગુલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમાં તે મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. વીડિયોની શરૂઆતમાં અનુપમા કહેતી જોવા મળે છે કે શું સુંદર છોકરો જોયો એટલે સુંદર હસીન. સમજી રહ્યા છો હેન્ડસમ હસીન.

સુંદર એટલે ચાર ગુંડાઓ આવે તો આપણે એમાંથી એને છોડાવવો પડે, આટલી સુંદર વ્યક્તિ. આ વીડિયોમાં અનુજ એટલે કે ગૌરવ ખન્ના સ્ટાઈલ મારતો જોવા મળે છે. વીડિયોમાં અનુપમા ખૂબ જ સુંદર લાગી રહી છે. તો અનુજ સૂટ બૂટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. આ પોસ્ટની સાથે એને કેપ્સનમાં લખ્યું છે કે ખરેખર, 9 મહિના થઈ ગયા માનને.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

આ સિવાય તાજેતરમાં અનુપમાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં અભિનેત્રી એક ફુવારાની પાસે પીળા રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રી ફિલ્મ કલ હો ના હોના કુછ તો હુઆ હૈ ગીતમાં ડાન્સ કરતી જોવા મળી હતી. આ વીડિયો ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો.

ફરી એકવાર તેનો આ વીડિયો પણ ચાહકોમાં ઘણો હિટ રહ્યો હતો. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અનુપમાનું પાત્ર ભજવતી રૂપાલી ગાંગુલી એક નહીં પરંતુ અનેક વીડિયો અને તસવીરો ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published.