રૂપાલી ગાંગુલીના પિતાને વેચવું પડ્યું હતું ઘર, ધર્મેન્દ્ર સાથે કામ કરીને થયો હતો મોટો લોસ

અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલીના પિતા અનિલ ગાંગુલી એક ફિલ્મમેકર હતા અને એમને ઘણા બોલિવૂડના સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે.તાજેતરના એક ઈન્ટરવ્યુમાં રૂપાલી ગાંગુલીએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર સાથેની એક ફિલ્મમાં ડીલે થવાને કારણે તેના પિતાએ પોતાનું ઘર વેચવું પડ્યું હતું. રૂપાલી ગાંગુલીએ આ શોકિંગ ખુલાસો કરતા કહ્યું કે ફિલ્મના 4 વર્ષ ડીલે થવાથી પરિવારને મોટું નુકસાન થયું હતું.

રૂપાલી ગાંગુલીએ કહ્યું કે એમના પિતા તે દિવસોમાં ઝડપથી અને જલ્દી ફિલ્મો પૂરી કરવા માટે જાણીતા હતા, તેથી તેની અસર તેમની ઇમેજ પર પણ પડી. અનિલ ગાંગુલીએ 1991માં આવેલી ફિલ્મ ‘દુશ્મન દેવતા’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા, આદિત્ય પંચોલી, ગુલશન ગ્રોવર, શ્રીરામ લાગુ અને સોનમે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

પિંકવિલા સાથેની વાતચીતમાં રૂપાલી ગાંગુલીએ કહ્યું, ‘લોકો ફિલ્મો બનાવવા માટે તેમનું ઘર પણ વેચી દેતા હતા. જ્યારે કોઈ ફિલ્મ ફ્લોપ થાય છે, ત્યારે તમે તમારું ઘર વેચી દો છો, જેમ અમે કર્યું હતું.

પાપાએ ધર્મેન્દ્ર સાથે ફિલ્મ બનાવી હતી. જ્યારે તેને બનાવવામાં 3-4 વર્ષ લાગ્યા કારણ કે પાપાની યુએસપી ઝડપથી ફિલ્મો પૂરી કરવી હતી. સાહેબને બનતા 40 વર્ષ લાગ્યા.

રૂપાલીએ કહ્યું, ‘તેનો સેટ અહીં ફિલ્મ સિટીમાં લગાવવામાં આવ્યો હતો. અમે શાળામાં રજા પછી સેટ જોવા જતા હતા. ઘણા શોટમાં અમને એક્સ્ટ્રાની જગ્યાએ ઊભા કરવામાં આવ્યા હતા. તે કહેતા હતા કે એક્ટ્રેસને બદલે બાળકોને શોટમાં ઊભા રહેવા દો. પરંતુ ધર્મેન્દ્રની આ ફિલ્મમાં 4 વર્ષનો ડીલે થયો, જેના કારણે પરિવારને મોટું નુકસાન વેઠવું પડ્યું.

Leave a Reply

Your email address will not be published.