રૂપાલી ગાંગુલીના વેબ શોમાંથી કપાયું આ 8 કલાકારોનું પત્તુ, સ્ટોરીમાં લાવવામાં આવ્યો છે આ ટ્વીસ્ટ

ટીવીના સુપરહિટ શો અનુપમાની પ્રિક્વલ અનુપમા નમસ્તે અમેરિકાએ ધમાકેદાર શરૂઆત કરી છે. હોટસ્ટાર પર આ મચ અવેટેડ શોનો પહેલો એપિસોડ લોન્ચ કરવામાં આવ્યો છે.

અનુપમા નમસ્તે અમેરિકાના પહેલા એપિસોડે ધૂમ મચાવી દીધી છે. શોમાં તમને ઘણા જૂના પાત્રો યુવાન લુકમાં જોવા મળશે. તેમજ આ વેબ શો દ્વારા તમને ખબર પડશે કે 17 વર્ષ પહેલા અનુપમાનું જીવન કેવું હતું.

રૂપાલી ગાંગુલીના આ શોએ શરૂ થતાની સાથે જ ધમાલ મચાવી દીધી છે. નિર્માતાઓએ આ શોને રસપ્રદ બનાવવા માટે પાત્રો અને વાર્તા પર ઘણું કામ કર્યું છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ દરમિયાન ઘણા પાત્રોનું પત્તુ કપાઈ ગયું છે.

જેમ તમે જાણો છો કે અનુપમા નમસ્તે અમેરિકા દ્વારા, દર્શકોને અનુપમાના 17 વર્ષ પહેલાના જીવનનો પરિચય કરાવવામાં આવશે. એવામાં સ્વાભાવિક વાત છે કે ટીવી સિરિયલ અનુપમાના ઘણા પાત્રો આ વેબ શોમાં જોવા નહીં મળે. નીચે નાખો એક નજર એ પાત્રો પર જેની એક પણ ઝલક તમે અનુપમા નમસ્તે અમેરિકામાં જોઈ શકશો નહીં.
પારસ કલનાવત
મદાલસા શર્મા
આશિષ મેહરોત્રા
મુસ્કાન બામને
નિધિ શાહ
તસનીમ શેખ
અનઘા ભોંસલે
અનેરી વજાની

અનુપમા નમસ્તે અમેરિકાની ઘોષણા સમયે, એવું સાંભળવામાં આવ્યું હતું કે નિર્માતા તેના માત્ર 10-12 એપિસોડ જ લોન્ચ કરવાના છે. આ શોની વાર્તા પણ અનુપમાની આસપાસ ફરવાની છે.

આ શોમાં બતાવવામાં આવશે કે કેવી રીતે અનુપમા વર્ષો પહેલા અમેરિકા જવાનું સપનું જુએ છે. શોના અંતે એ સ્પષ્ટ થશે કે અનુપમા અમેરિકા જશે કે નહીં? જો તેણી ન ગઈ, તો મોટી બાના સમર્થન પછી પણ તેણીને આમ કરવાથી શું રોક્યું?

Leave a Reply

Your email address will not be published.