રૂપાલી ગાંગુલીને પિંક સાડી પહેરવી પડી ભારે, અનુજે આ રીતે લીધો પોતાનો બદલો

સિરિયલ અનપુમામાં આ સમયે ઘણું બધું થતું જોવા મળી રહ્યું છે. અનુજ અને અનુપમાના લગ્નની વિધિ સીરિયલની અંદર બતાવવામાં આવી રહી છે. સીરિયલની અંદર એક પછી એક ટ્વિસ્ટ આવી રહ્યા છે. અનુજનું પાત્ર ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલી અનુપમાનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવી રહ્યા છે.

લોકો તેમને ઑસ્ક્રીન જ નહીં ઓનસ્ક્રીન પણ પસંદ કરે છે. આ એટલા માટે છે કારણ કે રૂપાલી અને ગૌરવ ખન્ના બંને એકબીજા સાથે સંબંધિત ઘણી ફની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. હાલમાં જ રૂપાલીએ ગૌરવ ખન્ના સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ગૌરવ અભિનેત્રી પર તેની હરકતનો બદલો લેતો જોવા મળી રહ્યો છે.

રૂપાલી ગાંગુલી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં અનુજ તેના ચાહકોને કહેતો જોવા મળે છે કે અનુપમાએ તેની સાથે જે કર્યું તેનો બદલો લેવાનો સમય આવી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Gaurav Khanna (@gauravkhannaofficial)

હકીકતમાં એવું બન્યું કે જ્યારે ગૌરવ ખન્નાએ પિંક કલરનો શર્ટ પહેર્યો હતો, તે સમયે રૂપાલીએ તેને જોઈને આ ગીત ગાયું હતું કે મુંબઈ ના દિલ્હી વાલોં કી પિંકી હૈ ડીકેપી વાલોં કી. તો રૂપાલી ગાંગુલીને જોઈને ગૌરવ ખન્ના આ ગીત ગાતો જોવા મળ્યો હતો. રૂપાલીએ આ વખતે પિંક કલર પહેર્યો હોવાથી આવું થયું.તમને જણાવી દઈએ કે ગૌરવ ખન્ના અને અનુપમાએ આ બધું તેમના ફેન્સ માટે કર્યું છે.

જો આપણે સીરિયલ અનુપમાની વાત કરીએ તો તે હંમેશા ટીવી ટીઆરપીની યાદીમાં પ્રથમ અથવા બીજા સ્થાને રહી છે. આ સીરિયલનો મેરેજ ટ્રેક લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે, પરંતુ તેમની ફરિયાદ છે કે માનના લગ્ન તેમને ધીમી ગતિએ બતાવવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.