રૂપાલી ગાંગુલી સાથેના પંગાની વાત પર બોલ્યા સુદ્ધાંશું પાંડે, વનરાજ વગર તો કઈ ડ્રામા જ નહીં રહે

ટીવીના સૌથી લોકપ્રિય શોમાંથી એક ‘અનુપમા’ની સતત વધતી જતી પોપ્યુલરીટીએ મેકર્સને આ વાર્તા સાથે સંબંધિત અન્ય એંગલ એક્સપલોર કરવાનો મોકો આપ્યો છે અને હવે તેની પ્રિક્વલ ‘અનુપમા: નમસ્તે અમેરિકા’ લોન્ચ કરવામાં આવી છે. આ શોમાં ફેન્સને ફરી એકવાર અનુપમા અને વનરાજને એક સાથે પ્રેમભર્યા સંબંધો જીવતા જોવાની તક મળશે.

જ્યારે ઓરિજિનલ શોમાં બંને તણાવપૂર્ણ લગ્નનો સામનો કરી રહ્યા હતા. ‘અનુપમા’ના બંને મુખ્ય કલાકારો રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે શાનદાર કામ કરી રહ્યા છે, પરંતુ તાજેતરમાં ફરી એવા સમાચાર આવવા લાગ્યા છે કે બંને વચ્ચે બધું નોર્મલ નથી.

કેટલીક અફવાઓએ એવું પણ કહ્યું હતું કે સુધાંશુ રૂપાલી ગાંગુલીની સફળતાથી ખુશ નથી અને ઇનસિક્યોર અનુભવી રહ્યા છે. હવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં સુધાંશુએ આ તમામ આરોપોનો ખુલીને જવાબ આપ્યો છે.

સુધાંશુએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું, “મને ઇનસિક્યોર થવા માટે 47 ફિલ્મો ભૂલવી પડશે જે મેં કરી છે, ઇન્ડિયાના પહેલા બોય બેન્ડનો ભાગ હોવું અને દુનિયાભરમાં પોપ્યુલર હોવું અને સૌથી મોટી હોલીવુડ ફિલ્મોનો ભાગ હોવું ભૂલવું પડશે અને તેનો અર્થ એ થશે કે મારી સાથે ખરેખર મોટી સમસ્યા છે.

તેમને આગળ કહ્યું હતું કે મારા કામની યાદી લાંબી છે અને મને તેનો ખૂબ ગર્વ છે. હું જે પાત્ર ભજવું છું તેના માટે પ્રેમ ન મળવો એ મને ઇનસિક્યોર નથી કરી શકતો. સાચું કહું તો વનરાજ વિના કોઈ ડ્રામા જ નહીં થાય. તેના વિના વાર્તા એટલી મજબૂત નહીં હોય. વનરાજ આ વાર્તાનો સૌથી મોટો કેટેલિસ્ટ છે.”

અનુપમા’થી ટીવીમાં ડેબ્યૂ કરનાર સુધાંશુએ કહ્યું કે સિંગિંગ અને ફિલ્મ એક્ટિંગ સાથે ટીવી પર આવવું તેના માટે સારો અનુભવ હતો. તમને જણાવી દઈએ કે, હોટસ્ટાર પર 11 એપિસોડની પ્રિક્વલ ‘અનુપમા: નમસ્તે અમેરિકા’ બતાવશે કે અનુપમા અને વનરાજના સંબંધો કેવા હતા 2005માં જ્યારે અનુપમાને અમેરિકા જઈને તેના ડાન્સનો શોખ પૂરો કરવાનો મોકો મળ્યો.

Leave a Reply

Your email address will not be published.