રૂ.600માં ફરો દ્વારકા, શિવરાજપુર અને નાગેશ્વર: ફેમિલી-ફ્રેન્ડ્સ સાથે પ્લાન હોય તો આ રીતે કરાવો બુકિંગ

ગુજરાત ટુરિઝમ દ્વારા સ્પેશિયલ આયોજીત કરવામાં આવી રહી છે. જેની ફક્ત 600 રૂપિયા મજામાં તમે પોતાના પરિવાર સાથે અને ફ્રેન્ડ્સ સાથે ત્યાં જઈ શકો છો.

ગુજરાત ટુરિઝમ દ્વારા દ્વારકા ટુર આયોજીત કરવામાં આવી છે. જે માટે 600 રૂપિયા જેટલો અંદાજીત ખર્ચ થશે. આ ટૂરમાં શિવરાજપુર અને નાગેશ્વર પણ સામેલ કરવામાં આવ્યું છે.

જો તમે તમારા પરિવાર કે મિત્રો સાથે અહીંયા જવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે ખાસ લેખ છે. દ્વારકા અને શિવરાજપુર તેમજ નાગેશ્વર ની મુલાકાત ફક્ત 600 રૂપિયા માં તમે લઈ જઈ શકો છો. આ યાત્રા ફક્ત એક જ દિવસની રહેશે.

8 :30 વાગ્યે કીર્તિ સ્તંભ ઉપર સૌપ્રથમ રિપોર્ટિંગ કરવાનું રહેશે, 15 મિનિટ બાદ આ યાત્રા ની શરૂઆત થશે. સૌપ્રથમ ભડકેશ્વર મંદિર અને નાગેશ્વર મંદિર યાત્રાળુઓને લઈ જવામાં આવશે. ત્યારબાદ જ્યોતિર્લિંગ દર્શન અને અમેઝિંગ ફન વર્લ્ડ માં ફેરવવામાં આવશે. ત્યારબાદ આ યાત્રા રુકમણી મંદિર અને શિવરાજપુર બીચ ઉપર થોડો સમય રોકાશે. અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમને કીર્તિ સ્તંભ ઉપર પાછા લાવી દેવામાં આવશે.

 

આ યાત્રા ની ફી ફક્ત પાંચ હજાર રૂપિયા છે જે તમે ગુજરાત ટુરિઝમ ઉપર જઈને બુક કરાવી શકો છો. પરંતુ આ યાત્રામાં કેટલીક શરતો મૂકવામાં આવી છે જેમ કે પાંચ વર્ષથી નાના બાળકો ને કોઈપણ ચાર્જ આપવાનો રહેશે નહિ પરંતુ તેમને અલગથી સીટ આપવામાં આવશે નહીં.

તેમજ એક ગાઈડ જોડે રહેશે. કોઈપણ સ્તર ઉપર એન્ટ્રી યાત્રા ફ્રી સાથે સમાવેશ કરવામાં આવેલ નથી. કોઈપણ આઈડી પ્રૂફ જોડે રાખવું ફરજીયાત રહેશે. તુને તમામ જવાબદારી ગુજરાત ટુરિઝમની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.