રુસની બે પરમાણું મિસાઈલ સમુદ્રમાં ડુબી, ભયાનક પરિણામ આવે તેવી આશંકા

રુસ અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જે દુનિયાભર માટે ચિંતાનો વિષય બની શકે છે. યુક્રેનના એક મિસાઈલ હુમલા પછી રુસનું વિશાળ પોત સમુદ્રમાં ડુબ્યું છે. ત્યારપછી એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પોત પર પરમાણું વારહેડથી ભરેલી મિસાઈલ તૈનાત હતી. હવે બંને પરમાણું મિસાઈલ સમુદ્રમાં ડુબી ગઈ છે. આ ઘટના સામે આવ્યા બાદ દુનિયાભરમાં ભયનું વાતાવરણ છે.

રુસનું આ યુદ્ધ જહાજ કાલા સાગરમાં સેવસ્તોપોલના બંદર પાસે વિસ્ફોટ બાદ ડુબ્યું હતું. નિષ્ણાંતો અને વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે શક્ય છે કે તે જહાજ પરમાણું હથિયાર લઈ જતું હોય. આ સિવાય એક રુસી રાજનેતાએ કહ્યું છે કે 400થી વધુ નાવિક જહાજ સાથે સમુદ્રમાં ડુબ્યા હોય શકે છે.

એક રિપોર્ટ અનુસાર લ્વિલ સ્થિત સૈન્ય થિંક ટેંકના નિદેશક માયખાઈલો સૈમસ, બ્લેક સી ન્યુઝના સંપાદક એન્ડ્રી ક્લાઈમેંકો અને યુક્રેની અખબાર ડિફેંસ એક્સપ્રેસે પણ ચેતવણી આપી છે કે મોસ્કવા બે પરમાણું હથિયાર લઈ જઈ શકે છે. જેને પી 1000 કેરિયર કિલર મિસાઈલમાં ફીટ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.

સૈમસે કહ્યું કે, બોર્ડ પર મોસ્કવા પરમાણુ હથિયાર હોય શકે છે. ઓછામાં ઓછા બે યૂનિટ, જ્યારે ક્લિમેંકોએ અન્ય કાલા સાગર દેશો જેમકે તુર્કી, રોમાનિયા, જોર્જિયા અને બુલ્ગારિયાને પુછ્યું છે કે હથિયાર ક્યાં છે ? તેઓ ક્યાં હતા જ્યારે વિસ્ફોટ થયો હતો.

જો આ વાત સત્ય છે તો કાલા સાગરમાં હથિયારોના ગુમ થવાથી બ્રોકેન એરોની ઘટના બની શકે છે. અમેરિકા પહેલાથી જ કહી રહ્યું છે કે આ યુદ્ધમાં પરમાણું હથિયાર સંબંધિત દુર્ઘટના ઘાતક સાબિત થઈ શકે છે.

રુસના નિર્વાસિત એક રાજનેતા ઈલ્યા પોનોમારેવએ કહ્યું છે કે યુદ્ધ જહાજ પર 510 લોકોનું ચાલક દળ પણ હતું પરંતુ તેમાંથી 58 લોકોની જ ભાળ મળી છે. તેથી આશંકા એવી પણ છે કે 452 લોકો જહાજ સાથે ડુબી ગયા છે. રુસી સેના માટે આ મોટો ઝટકો છે. રુસનો દાવો છે કે મોસ્કવાના બધા જ નાવિકો સફળતાપૂર્વક બહાર આવી ગયા છે. પરંતુ સેવસ્તોપોલમાંથી આવેલા એક વીડિયોમાં અનેક કાર જોવા મળે છે કે જે તે નાવિકોની છે. ઘણી કાર હજુ પણ બંદર પર તૈનાત છે. જેને તેના માલિક પરત લેવા આવ્યા નથી.

મોસ્કોએ માત્ર એટલું જ કહ્યું છે કે નૌસેના જહાજને પરત લઈ જવાનો પ્રયાસ કરે તે પહેલા જ જહાજને આગ અને વિસ્ફોટનો સામનો કરવો પડ્યો. અને ઓપરેશન દરમિયાન તે સમુદ્રમાં ડુબી ગયું.

Leave a Reply

Your email address will not be published.