સાડી છોડીને મેકસી ડ્રેસમાં દેખાઈ ટીવીની અનુપમાં, ફોટો ક્લિક કરનાર છે કોઈ ખાસ

નાના પડદા પર અનુપમાનું પાત્ર ભજવતી રૂપાલી ગાંગુલી ઘણીવાર ચર્ચામાં રહે છે.ટેલિવિઝન ચાહકો આ શોમાં અનુપમા અને અનુજ કાપડિયાની જોડીને પસંદ કરી રહ્યા છે.

ચાહકોનો આ પ્રેમ જોઈ રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર પહેલા કરતા વધુ એક્ટિવ થઈ ગઈ છે. તે ઘણીવાર ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અને ફોટો પોસ્ટ કરતી જોવા મળે છે.

ચાહકોનું દિલ જીતવા માટે, આ વખતે રૂપાલી ગાંગુલીએ નો-મેકઅપ અને નો-ફિલ્ટર ફોટા પોસ્ટ કર્યા છે. રાહ જુઓ હજી અમારી વાત પૂરી ક્યાં થઈ છે? અસલી વાત હજુ કહેવાની બાકી છે.

અસલમાં વાત એ છે કે અનુપમાનું પાત્ર ભજવતી રૂપાલી હંમેશા એથનિક લુકમાં જોવા મળે છે. પરંતુ આ વખતે તેણે મેક્સી ડ્રેસમાં ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં તેની સાદગી દિલ જીતી રહી છે.

ફોટા શેર કરતી વખતે રૂપાલી ગાંગુલીએ એમ પણ કહ્યું છે કે આ ફોટા કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફરે નહીં પણ તેના પુત્ર દ્વારા ક્લિક કરવામાં આવ્યા છે. પરંતુ ફોટા જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે આ કોઈ બાળક દ્વારા ક્લિક કરવામાં આવ્યા છે. એમ કહેવું પડે કે મા અને દીકરો બંને ટેલેન્ટેડ છે.

રૂપાલી ગાંગુલી મોર્ડન આઉટફિટ પહેરે કે પછી ઇન્ડિયન તેને એટલી સારી રીતે કેરી કરે છે કે જોનાર માત્ર જોતો જ રહી જાય છે. જેમ કે આપણે અત્યારે તેમની સાદગી પરથી નજર હટાવી શકતા નથી. એવું પહેલીવાર નથી કે જ્યારે રૂપાલી ગાંગુલીના નવા અંદાજે બધાને સરપ્રાઈઝ કર્યા છે. એ પહેલાં પણ એ ગ્લેમર લુકમાં લોકોને ચોંકાવી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published.