સગાઈ પહેલા અનુજ થઈ જશે રોમેન્ટિક, વનરાજના પ્લાનનું થશે સત્યાનાશ

સ્ટાર પ્લસની સુપરહિટ ટીવી સીરિયલ ‘અનુપમા’માં જબરદસ્ત હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. વનરાજ અને બા હજુ પણ અનુજ અને અનુપમાના લગ્નને હજમ કરી શક્યા નથી.વનરાજ હજુ પણ અનુપમાને ખુશ જોવા તૈયાર નથી.

અત્યાર સુધી તમે સીરિયલ ‘અનુપમા’માં અનુજ અને અનુપમાને તેમના લગ્ન અને સગાઈ માટે શોપિંગ કરતા જોયા હશે. અનુપમા પરિવારના સભ્યોને કહે છે કે અનુજે તેને હીરાની વીંટી આપી છે. કાવ્યા અનુપમાને કહેશે કે તેની વીંટી ખૂબ મોંઘી છે. અનુપમા આ જાણીને પરેશાન થઈ જાય છે. આ દરમિયાન અનુપમાની વાર્તામાં બીજો ટ્વિસ્ટ આવવાનો છે.

સિરિયલ ‘અનુપમા’ના આવનાર એપિસોડમાં તમે જોશો કે વનરાજ અનુપમાને વાત કરવાના બહાને મંદિરમાં લઈ જશે. મંદિરમાં વનરાજ અનુપમાને જૂની વાતો યાદ કરાવશે. અનુપમા વનરાજની દરેક વાતને અવગણશે. વનરાજ અનુપમાને કહેશે કે તેને અનુપમાના લગ્નથી ખૂબ જ જેલસ ફિલ થઈ રહ્યું છે. વનરાજ ખુલાસો કરશે કે તે તેના એક્સના લગ્નને પચાવી શકતો નથી.

વનરાજની વાત સાંભળીને અનુપમા ભડકી જશે. અનુપમા વનરાજની સરખામણી રાવણ સાથે કરશે. અનુપમાની કડવી વાતો વનરાજને ભડકાવશે. વનરાજ દાવો કરશે કે અનુપમા લગ્ન પછી ક્યારેય ખુશ નહીં રહી શકે. ટૂંક સમયમાં અનુપમાના લગ્નનું સિંદૂર મટી જશે. વનરાજને કરારો જવાબ આપ્યા પછી અનુપમા ત્યાંથી નીકળી જશે.

અનુજ મંદિરની બહાર અનુપમાની રાહ જોશે. અનુપમાના ન આવવાથી અનુજ પરેશાન થઈ જશે. દરમિયાન અનુપમા અનુજ પાસે પહોંચી જશે. અનુજ અનુપમા સામે ઘૂંટણિયે બેસી જશે. ઘૂંટણિયે બેસીને અનુજ અનુપમાના હાથને ચુંબન કરશે. અનુજ કહેશે કે લગ્ન પહેલા તે અનુપમાના પ્રેમમાં પાગલ થવાનો છે.

અનુપમાની ગેરહાજરીમાં રાખી શાહ હાઉસ પહોંચી જશે. રાખી ફોન કરીને માલવિકાને કહેશે કે અનુપમા તેના એક્સ સાથે ડેટ પર ગઈ છે. ત્યારપછી રાખી કાવ્યાની સામે વનરાજ વિરુદ્ધ ઝેર ભરશે. રાખી દાવો કરશે કે વનરાજ અનુપમાની જેમ તેની જિંદગી પણ તબાહ કરી દેશે. રાખીના શબ્દો કાવ્યાને ખૂબ જ પરેશાન કરશે.

Leave a Reply

Your email address will not be published.