સગાઈ થયા પછી અનુજની સ્ટુડન્ટ બની અનુપમાં, કલાસરૂમમાં કર્યો ડાન્સ, વિડીયો વાયરલ થયો

ટીવી સીરિયલ ‘અનુપમા’ સતત હિટ લિસ્ટમાં છે અને આનું કારણ છે શોમાં થતા ટ્વિસ્ટ. આ દિવસોમાં શોમાં ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલી એટલે કે અનુજ કાપડિયા-અનુપમા એટલે કે ‘માન’ના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.

અભિનેતા ગૌરવ ખન્નાએ રૂપાલી ગાંગુલી સાથેનો એક વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કર્યો છે. આ વીડિયોમાં અનુજ બ્લેક બોર્ડ પર કંઈક લખી રહ્યો છે અને અનુપમા પાછળની સીટ પર બેઠી છે. પરંતુ જ્યારે અનુપ પાછો ફરે છે, ત્યારે અનુપમા ‘કિતાબે બહોત સી પઢી હોગી તુમને…’ ગીત ગાતા ઉઠી જાય છે.

આ પછી અનુજ તેની પાસે આવે છે અને બંને એકસાથે ડાન્સ કરવા લાગે છે. આ વીડિયોને શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું- લાંબા સમય પછી શાળાઓ અને કોલેજો ખુલી છે. તમને જણાવી દઈએ કે આવનાર એપિસોડમાં અનુજ અનુપમાને ડેટ પર લઈને જશે.

 

View this post on Instagram

 

A post shared by Gaurav Khanna (@gauravkhannaofficial)

આ વીડિયો શેર થતાની સાથે જ વાયરલ થવા લાગ્યો છે અને તેને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું- તમારા બંને પરથી મારી નજર હટતી નથી. તો બીજાએ લખ્યું- તમારા બંનેની જોડી પરફેક્ટ છે. બીજાએ લખ્યું – માનના લગ્નની રાહ જોઈ રહ્યા છીએ.

આ પહેલા ‘અનુપમા’ સ્ટાર ગૌરવ ખન્નાએ રૂપાલી ગાંગુલી સાથે એક ફોટો શેર કર્યો હતો. જેમાં અભિનેત્રી પાછળ ફોનમાં વ્યસ્ત જોવા મળી હતી અને સામેથી અભિનેતાએ તેની સાથે તેનો ફોટો ક્લિક કર્યો હતો.

આ BTS તસવીર પોસ્ટ કરીને તેણે કેપ્શનમાં લખ્યું- ‘રૂપાલી ગાંગુલી શોટ્સ વચ્ચે તેના કિંમતી ફોન સાથે કંઈક કરતી રહે છે. હું આ રહસ્ય ઉકેલી શક્યો નથી, શું તમે તેને ઉકેલી શકશો!’ આ ફોટો જોઈને ફેન્સ હસવાનું રોકી શક્યા નહીં.

Leave a Reply

Your email address will not be published.