સગાઈ તો થઈ ગઈ પણ શું લગ્ન સુધી પહોંચી શકશે અનુજ અનુપમાનો સંબંધ, મોકૂફ જશે તારીખ

ટીવી શો ‘અનુપમા’માં આ દિવસોમાં લગ્નનો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે. જે ક્ષણની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવવાની જ છે.અનુજ અને અનુપમાની સગાઈ થઈ ગઈ છે અને બંને જલ્દી જ લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. પણ અનુજ-અનુપમા આટલી સરળતાથી લગ્ન કેવી રીતે કરી શકે?

અનુપમા ટીવી સિરિયલમાં હાલમાં જોવા મળી રહ્યું છે કે અનુપમા અને અનુજના લગ્ન માટે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ રાખી દવે, બા અને વનરાજના ચહેરા પર ઉદાસી છે. આનું કારણ એ છે કે રાખી અનુપમાની ખુશી જોઈ શકતી નથી જ્યારે બા જુના વિચારોના કારણે ઈચ્છતી નથી કે અનુજ અને અનુપમા લગ્ન કરે.

બીજી તરફ વનરાજ એ વાતથી નારાજ છે કે અનુજ સાથે લગ્ન કર્યા બાદ અનુપમા તેના જીવનમાંથી હંમેશ માટે દૂર થઈ જશે. આવી સ્થિતિમાં હવે વનરાજ પોતાના બાળકો પરનો અધિકાર પણ ગુમાવવા જઈ રહ્યો છે. કારણ કે આવનારા એપિસોડમાં જોવા મળશે કે અનુજ અનુપમાના બાળકોની કસ્ટડી પોતાની સાથે લેવાનું નક્કી કરશે. દરમિયાન આ ટીવી સિરિયલમાં વધુ ટ્વિસ્ટ આવવાના છે.

આવનારા એપિસોડમાં જોવા મળશે કે બાપુજી ઈચ્છે છે કે અનુજ અને અનુપમા બીજે ક્યાંય નહીં પણ શાહ હાઉસમાં જ લગ્ન કરે. પણ વનરાજને આ જોઈતું નથી. તે અનુપમા અને અનુજને તેની આંખો સામે બંધનના બાંધતા જોઈ શકતો નથી. પણ બાપુજીના કારણે વનરાજનું કઈ ચાલતું નથી અને શાહ હાઉસમાં જ અનુજ અને અનુપમાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ જાય છે.

અનુજ અને અનુપમાના લગ્નને કારણે ઘરમાં ઘણા સગા-સંબંધીઓ અને મહેમાનો આવે છે, જેના કારણે ઘર ભરાઈ જાય છે. ભીડને કારણે વનરાજને પરસેવો વળી જાય છે અને ઘરની બહાર નીકળી જાય છે. અનુજ અને અનુપમાને એકસાથે ખુશ જોઈને વનરાજને ખૂબ ગુસ્સો આવે છે

આ સાથે આ ટીવી સિરિયલમાં એ પણ જોવા મળશે કે બાપુજીની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. પરંતુ અનુજ અને અનુપમાના લગ્નમાં કોઈ અડચણ ન આવે તેથી તે પોતાની તબિયતની વાત બધાથી છુપાવી રહ્યો છે.

આવનારા એપિસોડમાં જોવા મળશે કે અનુજ અને અનુપમાની સગાઈ સારી રીતે થઈ જશે પરંતુ લગ્ન પહેલા મોટી મુશ્કેલી આવશે. તે જોવામાં આવશે કે બાપુજીની તબિયત અચાનક બગડશે જેના કારણે અનુપમા પરેશાન થઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાપુજીની ખરાબ હાલતને કારણે અનુજ અને અનુપમાના લગ્નની તારીખ ટાળવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.