સાઇકલ પર ફૂડ ડિલિવરી કરતો હતો યુવક TI થી જોવાયું નહીં, બધાએ ભેગા થઈ ગિફ્ટ કરી બાઈક.

સાઇકલ પર ઝૉમેટો કંપની માટે ફૂડ ડિલિવરી કરી રહેલ એક યુવકની પીડા ઈન્દોર શહેરના એક પોલીસ અધિકારીથી જોવાઈ નહીં, તેમણે પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે મળીને પૈસા ભેગા કર્યા અને ફૂડ ડિલિવરી કરવાવાળા યુવકને પોલીસ સ્ટેશન તરફથી બાઇક ગિફ્ટ આપી.

ઘણીવાર ટીઆઈ અને પોલીસ સ્ટેશનના સ્ટાફે તેને સાઇકલ પર આ કામ કરતાં જોયો હતો. અનેક લોકોને પ્રેરણા આપે અને પોલીસની આ દરિયાદિલીનો કિસ્સો વિજયનગર પોલીસ સ્ટેશન એરિયાનો છે.

 

વિજય નગર પોલીસ સ્ટેશનના ટીઆઈ તહજીબ કાજીએ બર્ફાની ધામ એરિયાના રહેવાવાળા જય હલદે નામના યુવકને ઘણીવાર સાઇકલ પર ફૂડ ડિલિવરી કરતાં જોયો હતો. તેમણે ઘણીવાર તેની પાસેથી તેની જાણકારી પણ ભેગી કરી હતી. આ વાત કાજીએ પોતાના સ્ટાફ સાથે શેર કરી.

સ્ટાફને કહ્યું કે આ યુવક ખૂબ મહેનતુ છે. જય જણાવે છે કે તે ઘણીવાર પોલીસ સ્ટેશનમાં પણ ફૂડ ડિલિવરી કરવા માટે આવ્યો હતો. આ સિવાય સ્ટેશનની આસપાસ પણ તેને ઘણીવાર આવવા જવાનું રહેતું હોય છે.

પોલીસ સ્ટેશન ઓફિસર કાજીએ જ્યારે જયને ગાડી પર લઈ લેવા માટે કહ્યું તો તે યુવકે ના કહી દીધી. તેને કહ્યું કે તેના ઘરની પરિસ્થિતિ ઠીક નથી. તે દરરોજ એટલું નથી કમાઈ કરતો કે ગાડીના હપ્તા કરી શકે. પિતા મજૂરી કરે છે અને માતા બંગલાઓ પર જમવાનું બનાવવાનું કામ કરે છે.

એવામાં તે સાઇકલ પર ફૂડ ડિલિવરી કરે છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. તેની મહેનતને સલામ કરતાં વિજય નગર સ્ટેશનના ટીઆઈએ અને આખા સ્ટાફે થઈને તેને બાઇક લેવા પૈસા ભેગા કરી આપ્પા. રવિવારે તેણે હીરોની સીડી ડિલક્સ બાઇક પોલીસ સ્ટેશન તરફથી ભેટ મળી.

પોલીસની આ ગિફ્ટ જોઈને જય ખૂબ ખુશ થયો. તેણે પંડિતજી પાસે સાંજે 7 વાગ્યાનું મુહૂર્ત જોવડાવ્યું અને પછી નાની બહેનને લઈને પોલીસ સ્ટેશન પહોંચે છે. જયએ પોલીસ સ્ટેશન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને જય હિન્દ, જય ભારતના નારા પણ લગાવ્યા.

Leave a Reply

Your email address will not be published.