સામાન્ય ઉધરસથી માંડીને શરીરના ઘા ભરવામાં અસરકારક સાબિત થાય છે આ ઔષધ, વાંચો આ લેખ અને જાણો ઉપયોગની રીત…

ફટકડીનો ઉપયોગ રોજિંદા જીવનમાં ઘણી જગ્યાએ કરતા હોઈએ છીએ. તે સ્વાદમાં તૂરી, તીખી, રંગ આપવાવાળી, તેમજ કોઢ, પ્રદર, મૂત્રકૃચ્છ, ઉલટી, ત્રિદોષ, મધુપ્રમેહ વગેરેને દૂર કરનાર છે. ફટકડી તૃણનાશક હોવાથી શરીર પર પડેલા ચાંદા દૂર કરવા માટે બનાવવામાં આવતી કેટલીક મલમ માં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

બાળકો માટે ફટકડીનો મેષમાંથી આંજણ તૈયાર કરવામાં આવે છે. જેને આંખોમાં લગાવવાથી આંખની કોઈ પણ સમસ્યા થતી નથી અને દ્રષ્ટિ તેજ બને છે. આ ઉપરાંત વધતી ઉંમરને લીધે ચહેરા પર કરચલીઓ થાય છે. ત્યારે ફટકડી પાણીમાં પલાળીને ચહેરા પર હળવે હાથે મસાજ કરી ત્યાર બાદ સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લેવાથી આ કરચલીઓની સમસ્યા દૂર થશે.

જે લોકોને વધારે પરસેવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તેઓએ નહાવાના પાણીમાં ફટકડી નાખી ને સ્નાન કરવું જોઈએ. એક ડોલ પાણીમાં અડધી ચમચી ફટકડીનો પાવડર ઉમેરીને તેના વડે સ્નાન કરવાથી પરસેવો ઓછો વળશે અને શરીરની દુર્ગંધ દૂર થશે. શરીરમાં કોઈ પણ જગ્યાએ ઈજા થઈ હોય તો તે જગ્યા પર ફટકડી લગાડવાથી જલ્દી રૂઝ આવશે.

આ ઉપરાંત ચહેરાના ડાઘ ધબ્બાને દૂર કરવા માટે પણ તે ઉપયોગી સાબિત થાય છે, સફેદ વાળને કાળા કરવા માટે પણ ફટકડીનો ઉપયોગ કરી શકાય છે. કારણકે ફટકડી માં મેગ્નેશિયમ સલ્ફેટ રહેલું હોય છે. તે શરીરમાં હાજર ૩૦૦ મહત્વપૂર્ણ ઉત્સેચકો ને નિયમિત કરે છે. જેનાથી વાળ કાળા બને છે. તેના માટે ફટકડીનો ભૂકો કરીને ગુલાબજળ મિક્સ કરીને તેનો ઉપયોગ કરો.

આ ઉપરાંત તાવ, ખાંસી અને દમ જેવી સમસ્યામાં પણ ફટકડીનો ઉપયોગ કરી શકાય છે. તેના પર થયેલા કેટલાક રિસર્ચમાં જાણવા મળ્યું કે ઉધરસ, ખાંસી, અસ્થમા, મેલેરિયા, થાઇરોઇડ વગેરે તાવમાં ફટકડીનો ઉપયોગ ફાયદાકારક રહે છે. તેથી જ ઘણી બધી આયુર્વેદિક દવાઓની બનાવટમાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે.

એક ચપટી શેકેલી ફટકડીમાં સરસિયાનું તેલ અને સિંધવ મિક્સ કરીને દુખાવાવાળા ભાગ પર લગાવવાથી તે તરત જ આરામ મળી જશે. જે લોકોને વારંવાર મોઢામાં ચાંદા પડતાં હોય તેમણે શેકેલી ફટકડી, એલચીના દાણા અને કાથો લઈને પીસી લેવા ત્યારબાદ ચાંદા વાળા ભાગ પર લગાવવાથી રાહત મળશે.

જો છરી, ચાકુ, તલવાર વગેરે જેવી ધારદાર વસ્તુને લીધે શરીરમાં ઘા પડ્યો હોય અને લોહી વહેતું હોય તો ફટકડીનો ભૂકો કરીને તેમાં ઘી નાખી લેપ કરીને ઘરમાં ભરીને ઉપર રૂ મૂકી ને પાટો બાંધી દેવો. તેનાથી લોહી તરત જ બંધ થઈ જશે અને ઘા રુઝાવા માં પણ સરળતા રહેશે.

ગળામાં કાકડા થયા હોય તો ગરમ પાણીમાં ફટકડી અને મીઠું નાખીને કોગળા કરવાથી ફાયદો થાય છે. તેનાથી ગળાનો સોજો પણ ઉતરી જશે. ફટકડીના ભૂકાને મધ સાથે ચાટવાથી દમ અને ઉધરસની સમસ્યા મટે છે. તેમજ દાંત પર ફટકડીનો ઉપયોગ કરવાથી દાંતની પીળાશ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *