સની લીઓનીને સમુદ્રમાં કરતબ બતાવવા પડ્યા ભારે, ઘટનાનો વિડીયો જોઈ ડરી ગયા ફેન્સ

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સાથે સાથે તે તેની ઉમદા પોસ્ટ્સ સાથે ફેન્સ વિઝ્યુઅલ ટ્રીટ આપતી જોવા મળે છે. આ કડીમાં, અભિનેત્રીએ તેના માલદીવ વેકેશનનો એક વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. જેમાં સનીને દરિયામાં કરતબ બતાવવાનું ભારે પડી રહ્યું છે.

સની લિયોને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ ક્લિપમાં અભિનેત્રી બ્લેક એન્ડ બ્લુ બિકીની પહેરીને વોટર સ્પોર્ટ્સની મજા લેતી જોવા મળે છે. જો કે, આ દરમિયાન અભિનેત્રીનું બેલેન્સ ખરાબ રીતે બગડી જાય છે અને તે ધડામ કરીને પાણીમાં પડી ગઈ.

આ રીતે, તમામ પ્રયાસો પછી પણ, અભિનેત્રી વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકતી નથી. સનીનો આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેની હિંમતની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

વીડિયો શેર કરતાં સની લિયોને કેપ્શનમાં લખ્યું છે કે ‘મોટી નિષ્ફળતા.’ એક્ટ્રેસના આ વોટર ફોલ વીડિયોને ઈન્સ્ટાગ્રામની દુનિયામાં અત્યાર સુધીમાં 38 લાખ 12 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તો આના પર રિએક્શન આપતા, એક યુઝરે લખ્યું છે, ‘મારી બ્યુટી કવીન.’ બીજાએ લખ્યું, ‘તમારા જજબાને સલામ.’

બીજો એકે લખ્યું છે કે, ‘એક જ દિલ છે, તમે કેટલી વાર જીતશો.’ એ જ રીતે, અન્ય ફેન્સે પણ અભિનેત્રીની પોસ્ટ પર હાર્ટ અને ફાયર ઇમોજી મૂકીને પ્રેમ વરસાવતા જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે સની લિયોન સોશિયલ મીડિયા પર ઉમદા પોસ્ટ શેર કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published.