સંજય રાઉતની ખુલ્લી ધમકી – બગાવત કરનાર ધારાસભ્યો પાછા નહિ આવે તો મુંબઈ મા શિવસૈનિક રોડ ઉપર આવીને…

શિવસેના માં રહેલ એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકાર સાથે ખૂબ જ મોટી બગાવત કરી છે. ત્યારબાદ સંજય રાઉત ખૂબ જ ગુસ્સામાં આવી ગયા હતા અને તેમને જણાવ્યું હતું કે આજે શિવસેના સંકટમાં મુકાઈ ગઈ છે કારણકે એકનાથ શિંદે પૈસા નો દુરુપયોગ કરીને પાર્ટી ખરીદી લેવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સંજય રાઉતે બગાવત કરનાર ધારાસભ્ય ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

ત્યારબાદ સંજય રાઉત જણાવે છે કે અત્યારે શિવસેનાના ચાહકો શાંતિ રાખીને બેઠા છે ત્યાં સુધી સારું છે જો તે લોકો હવે રોડ ઉપર આવી જશે તો સમગ્ર મુંબઈમાં આગ જોવા મળી શકે છે. ત્યારબાદ સંજય રાઉત મહારાષ્ટ્ર ના ચીફ મિનિસ્ટરને સપોર્ટ કરી રહ્યા છે તે સમયે ભાજપના મુખ્ય નેતા દેવેન્દ્ર ફડણવીસ ને આ બાબતમાં વચ્ચે ન પડવાની સલાહ આપી હતી.

સંજય જણાવે છે કે, પરિસ્થિતિ કોઈપણ સમયે બદલાઈ શકે છે અને બગાવત કરનાર ધારાસભ્યો સાથે શિવસેના પાર્ટી કડકાઈ ભર્યો પગલાં લઈ શકે છે. ત્યારબાદ સંજય જણાવે છે કે કોંગ્રેસના પ્રમુખ શરદ પવારને ધમકાવવામાં મુખ્ય હાથ ભાજપ સરકારનો હતો જેમાં તેમને ચોક્કસ નામ આપી ન હતું.

સંજય રાઉત જણાવે છે કે બગાવત ના કારણે વિધાનસભામાં અત્યારે પૂરતી મદદ મળી રહી નથી. બંધારણ અનુસાર લોકતંત્ર સંખ્યાબળ ઉપર ચાલે છે. તેમજ વધુમાં જણાવે છે કે આગામી સમયમાં સંખ્યામાં બદલાવ જોવા મળી શકે છે.

ત્યારબાદ સમગ્ર વાતનો ખુલાસો કરતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી જણાવે છે કે આગામી સમયમાં દરેક બગાવત કરનાર ધારાસભ્ય ફરી એકવાર પાર્ટીમાં જોડાઇ જશે. તેમજ દરેક લોકો મુંબઈ આવીને રાજ્યપાલ સાથે મીટીંગ કરવામાં આવશે અને વિદ્યાસહાયકોની ફરી એકવાર ગણતરી કરવામાં આવશે અને વિશ્વાસ મત લેવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર કેટલાક લોકો બગાવત કરનાર ધારાસભ્યોને ધમકાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.