સનકી પતિએ કરી દીધી પત્નીની હત્યા, બાળકોને ઘરમાં પૂરીને થયો ફરાર, અને પછી….

ઝારખંડના જમશેદપુરમાં મામુલી વિવાદ બાદ એક સનકી પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી અને ઘરમાંથી ભાગી ગયો. આ ઘટના ઉલિડીહ પોલીસ સ્ટેશન વિસ્તારની શાંતિ વિહાર કોલોનીની છે, જ્યાં આરોપી પતિ તેની પત્નીની હત્યા કરીને અને બે માસૂમ બાળકોને ઘરમાં બંધ કરીને ભાગી ગયો હતો.

ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલાનું નામ રેખા દેવી છે અને તેનો પતિ ડ્રાઈવર તરીકે કામ કરે છે. આ દંપતી 2 દિવસ પહેલા જ ભાડાના મકાનમાં રહેવા આવ્યું હતું. મંગળવારે સવારે જ્યારે મહિલાનો પતિ ઘરે પરત ફર્યો ત્યારે તેની પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો.

આરોપી પતિએ ત્યારબાદ પત્નીની પીટાઈ કરી હતી. મહિલાના માથાના ભાગે ઇજાના કારણે તેણીને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ, એ પછી તેને હોસ્પિટલમાં લઇ જવાને બદલે વ્યથામાં મુકીને તે ભાગી ગયો હતો. આ દરમિયાન તેણે બે બાળકોને પણ ઘરમાં બંધ કરી દીધા હતા.

જ્યારે પડોશીઓને આ અંગેની માહિતી મળી તો તેઓએ પોલીસને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવ્યા. ઘટનાસ્થળે પહોંચેલી ઉલીડીહ પોલીસ સ્ટેશનની પોલીસ મહિલાને સારવાર માટે એમજીએમ હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

હાલ તો પોલીસ આ મામલે તપાસમાં લાગી ગઈ છે. પડોશીઓના જણાવ્યા મુજબ, તેઓ જાણતા નથી કે મહિલા અથવા તેનો પતિ અહીં કેવી રીતે રહે છે કારણ કે મકાન કોઈ અન્ય દ્વારા ભાડે આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.