સાંસદ પતિને પત્નીએ આઠ વર્ષમાં એક પણ વાર બનાવવા ન દીધા સંબંધ, જાણો કોટે સંભળાવ્યો શું નિર્ણય

અભિનેતાથી લોકસભા સાંસદ બનેલા અનુભવ મોહંતીની અરજી પર કટકની કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. તે પોતાની પત્ની અને ઉડિયા ફિલ્મોની અભિનેત્રી વર્ષા પ્રિયદર્શની સાથે છૂટાછેડા લેવા માંગે છે. તેવામાં વર્ષા પ્રિયદર્શની ને કોર્ટે બે મહિનાની અંદર અનુભવનું પૈતૃક ઘર ખાલી કરી દેવા અને મોહંતી ને દર મહિને 30 હજાર રૂપિયા ભરણપોષણ આપવાનો આદેશ કર્યો છે.

કોર્ટમાં અરજી કરીને મોહંતીએ કહ્યું હતું કે વર્ષા તેનું ઘર ખાલી કરી દે અને તેના માટે તે અલગ ઘરની વ્યવસ્થા કરવા માટે પણ તૈયાર છે. અન્ય એક અરજીમાં વર્ષાની આવકનો ખુલાસો કરવાની માંગ પણ તેણે કરી હતી. આ મામલે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે.

અનુભવ અને વર્ષા વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અનુભવે એ આધાર પર વર્ષાથી છૂટાછેડા માગ્યા છે કે તેની પત્નીએ આઠ વર્ષના સંબંધમાં એક પણ દિવસ તેની સાથે સંબંધ નથી બનાવ્યા. મોહંતીએ યૌન સંબંધોમાં પત્ની વર્ષા પ્રિયદર્શનીની તાનાશાહી ને લઈને છૂટાછેડા માગ્યા છે.

બંનેના લગ્ન 2014 માં થયા હતા. અનુભવએ પોતાની પત્ની વિરુદ્ધ વર્ષ 2016માં પહેલી વખત અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે લગ્નના બે વર્ષ થઇ ગયા છે છતાં પણ પત્ની યૌન સંબંધ બનાવવા દેતી નથી.

Leave a Reply

Your email address will not be published.