સંતાકૂકડી રમતા રમતા બે બાળકીઓનું થઈ ગયું મૃત્યુ, દરેક માતા પિતા જાણો અને રહો સાવધાન.

કર્ણાટકથી એક દુખદ ઘટનામાં બે બાળકીઓનો જીવ ચાલ્યો ગયો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ બે બાળકીઓ સંત કૂકડીની રમત રમતી હતી. આ દરમિયાન જ આ અકસ્માત બની ગયો. સમાચાર અનુસાર મૈસૂરના નજનગુડ પોલીસ સ્ટેશનમાં આ ઘટના થઈ હતી. જે બાળકીઓનું મૃત્યુ થયું છે તેમનું નામ કાવ્યા નાયક અને ભાગ્યા નાયક કહેવામાં આવી રહ્યા છે. આ બંનેમાં એક બાળકી 5 વર્ષની હતી જ્યારે બીજી બાળકી 11 વર્ષની હતી. આ ઘટના 27 એપ્રિલના સવારે થઈ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે બંને બાળકીઓ પોતાના ઘરની બહાર પાડોશીના નજીકના બાળકો સાથે સંતા કૂકડીની રમત રમી રહ્યી હતી. બાળકી ભાગ્યાના ઘર પાસે એક આસિક્રીમની રેકડી ઊભી છે. એ રેકડી 6 મહિનાથી એમ જ ઊભી છે અને બંધ છે. તેનો માલિક કામની તપાસ માં બીજી જગ્યાએ ચાલ્યો ગયો હતો.

‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ પ્રમાણે રમત દરમિયાન બંને બાળકીઓ આ રેકડીમાં આઇસક્રીમના બોક્સમાં જઈને છુપાઈ જાય છે. તેમને લાગ્યું કે તેમાં છુપાઈ જવાથી કોઈ શોધી શકશે નહીં. તે બંનેને એ બોક્સમાં બેસતા કોઈએ જોઈ હતી નહીં. તે બોક્સ જ તેમના મૃત્યુનું કારણ બની.

પોલીસના જણાવ્યા અનુસાર, આઈસ્ક્રીમ બોક્સમાં પહેલાથી જ ઝેરી હવા હોઈ શકે છે કારણ કે તે લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવી નથી. આ સિવાય કદાચ તેનું ઢાંકણું પણ હવાના દબાણને કારણે ચુસ્તપણે બંધ થઈ ગયું હતું. બાળકીઓ આમાંથી બહાર નીકળી શકી ન હતી. આ મામલે તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.