સરકાર સામે શિક્ષકો મેદાને… ચૂંટણી પહેલાં આંદોલનની ચીમકી ઉચ્ચારી વધારી દીધું સરકારનું ટેન્શન

વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ સરકાર સામે વિરોધના સૂર પણ મજબૂત થઈ રહ્યા છે. હવે સરકાર સામે પોતાની માંગણીને લઇને શિક્ષકો મેદાને ઉતર્યા છે. શિક્ષકો ગ્રેડ પે ની માંગ સાથે સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યાં છે. જેને લઇને વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય માં વધુ એક આંદોલન થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શિક્ષકો છેલ્લા ઘણા સમયથી ગ્રેડ પે ની માંગ કરી રહ્યા છે. જોકે સરકારે હજુ સુધી આ મામલે મગનું નામ મરી નથી પડ્યું તેના કારણે હવે રાજ્યના ૧૧ હજાર જેટલા શિક્ષકો આંદોલન પર ઉતરવાના છે.

ઉલ્લેખનીય છે કે આગામી 9 મેથી હજારોની સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર ખાતે આંદોલનની શરૂઆત કરશે. 9 મે ના દિવસે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી માં શિક્ષકો પ્રતિક ધરણા કરશે. આધરણા પ્રદર્શનમાં અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર ના શિક્ષકો જોડાશે.

કારણ કે સરકાર દ્વારા આ ચાર મહાનગરપાલિકાના અને ૧૩ નગરપાલિકાના શિક્ષકોને ૪૨૦૦ રુપીયા ગ્રેડ પે આપવામાં આવ્યો નથી. જેને લઇને શિક્ષકો આકરા પાણીએ છે. 9 મેથી શરૂ થતા આંદોલનને લઈને શિક્ષકોએ સ્પષ્ટ કરી દીધું છે કે જો સરકાર તેમની માંગ નહીં સ્વીકારે તો અનિશ્ચિત ઉપવાસ આંદોલન શરૂ થશે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આ ગ્રેટ તેની માંગ કરી રહ્યા છે તેમણે આ અંગે કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરી છે. તેમણે પત્ર લખવાનું અભિયાન પણ કર્યું હતું. પરંતુ આજ સુધી તેમને માંગ સંતોષાય નથી.

શિક્ષકો હવે લડી લેવાના મૂડમાં છે. કારણ કે છેલ્લા ૨૩ વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો અને સંઘ દ્વારા આ મામલે ઘણી વખત રજુઆત કરવામાં આવી છે. પરંતુ આ પ્રશ્નનું સરકાર દ્વારા કોઇ નિરાકરણ લાવવામાં આવ્યું નથી સરકાર વાયદા કરે છે. પરંતુ તેનું પાલન કરતી નથી જેને લઇને હવે શિક્ષકો આંદોલનના મૂડમાં આવ્યા છે.

શિક્ષકોનું કહેવું છે કે આ પહેલા પણ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.પરંતુ આ મામલે કોઇ નિરાકરણ આવતું નથી પરંતુ હવે સરકાર તેમની માંગ નહીં સ્વીકારે તો અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. શિક્ષકોની આ જિંદગીથી હવે સરકારનું ટેન્શન પણ વધી ગયું છે.

Leave a Reply

Your email address will not be published.