સસ્તું થશે પેટ્રોલ? પ્લાસ્ટિકમાંથી બનશે આપણાં વડોદરા અને પાદરામાં પેટ્રોલ જાણો લેટેસ્ટ અપડેટ.

ઘણાને આ વાત સમજમાં નહીં આવી હોય પણ ઘણા સમજી ગયા હશે. આજે પ્લાસ્ટિક પેટ્રોલ વિષે અમે તમને જણાવીશું. આપણે એ તો જાણીએ જ છીએ કે દિવસેને દિવસે પેટ્રોલના ભાવમાં સતત વધારો જ થઈ રહ્યો છે. તમને યાદ છે છેલ્લે પેટ્રોલમાં કેટલા રૂપિયા કે પૈસાનો ઘટાડો થયો હતો? મને તો ફક્ત વધારો જ યાદ છે ઘટાડો તમને યાદ હોય તો કોમેન્ટમાં જણાવજો.

આજે અમે એવા સમાચાર લાવ્યા છીએ જે જે જાણીને દરેક મધ્યમવર્ગી વ્યક્તિ અને મોંઘવારીનો માર સહન કરી રહેલ વ્યક્તિને સારું લાગશે. હાલમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચી ગયું છે. ત્યારે હવે પ્લાસ્ટિક કે જે આ પૃથ્વી પરની સૌથી ઘાતક વસ્તુ છે તેમાંથી હવે પેટ્રોલ બનશે તો તેનાથી વધુ સારી વાત બીજી કોઈ હોઇ શકે નહીં.

તમને જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે અને આ કરી બતાવશે આપણાં વડોદરાના પાદરામાં રેલવે યુનિવર્સિટી. તેઓ અહિયાં દરરોજ 1500 લિટર પેટ્રોલ બનાવશે. આ પ્લાન્ટમાં જ્યારે દરરોજ 1500 લિટર પેટ્રોલ બનશે ત્યારે તેમાંથી દર વર્ષએ 35 થી 40 લાખ રૂપિયાની આવક પણ ઊભી થશે. જો આ પ્લાન્ટનું પેટ્રોલ મળવા લાગશે તો સતત વધી રહેલ પેટ્રોલના ભાવમાં ઘટાડો થશે કે નહીં એ તો ખબર નથી પણ પેટ્રોલનો એક સચોટ વિકલ્પ આપણને મળી જશે.

તમને જણાવી દઈએ કે આ પ્લાન્ટ 6 થી 7 મહિનામાં બનીને તૈયાર થઈ જશે. અહિયાં પ્લાસ્ટિકને કટર દ્વારા કટ કરીને તેને હીટિંગ ચેમ્બરમાં મોકલવામાં આવશે ત્યાં પ્લાસ્ટિક પર પ્રોસેસ થશે ગરમ થયેલ પ્લાસ્ટિક લિક્વિડ બની જશે અને પછી તેને ફ્યુલ ટેન્કમાં મોકલવામાં આવશે. આ દરમિયાન બીજી એક ટેન્કમાં ગેસ પણ ભેગો થશે અને આ બધી પ્રોસેસ પછી જે કાળો કચરો વધશે તેને રોડ બનાવવાના કામમાં લેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે પાદરાનો આ પ્લાસ્ટિક પ્લાન્ટ એ સંપૂર્ણ સોલર પર કામ કરશે એવું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. હવે વધુમાં જોવું રહ્યું કે આ પ્લાન્ટથી પેટ્રોલ મળશે, લોકોને રોજગાર મળશે અને ખાસ તો એ વાત પણ ધ્યાન વધુ રહેશે કે તેનાથી બનેલ પેટ્રોલ શું કિમતમાં લોકો સુધી પહોંચશે. તો વધુ આવી રસપ્રદ માહિતી માટે જોડાયેલ રહો અમારી સાથે.

Leave a Reply

Your email address will not be published.