સાયકલ પર આવા તડકામાં ફૂડ ડિલિવરી કરતા દુર્ગા શંકરને એક યુવકે કરી મદદ, લોકો વખાણ કરતા થાકતા નથી

હાલ ધોમધખતો તડકો સૌ કોઈને પરેશાન કરી રહ્યો છે. એવામાં ઘણા એવા લોકો પણ છે જેમને પોતાના ગુજરાન ચલાવવા માટે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી છે. આજે અમે એવા જ એક વ્યક્તિ વિશે વાત કરવાના છે જેઓ ફૂડ ડિલિવરી માટે સાયકલનો ઉપયોગ કરે છે.

ઉનાળાની આવી ગરમીમાં સાઇકલ ચલાવીને ફૂડ ડિલિવરી કરતા આ વ્યક્તિનો કિસ્સો રાજસ્થાનના ભીલવાડાનો છે અને અહીંયા એટલી ગરમી પડી રહી છે કે બપોરના સમયે લોકો ઘરની બહાર પણ નથી નીકળતા.

42 ડિગ્રીની આવી ગરમીમાં એક ડિલિવરી બોય લોકોને ફૂડ ડિલિવરી કરવા સાયકલ ચલાવીને જાય છે. આ વ્યક્તિને આમ સાઇકલ ચલાવીને ડિલિવરી આપતો જોઈને એક યુવકે એની મદદ કરી છે.

આદિત્ય શર્મા નામના યુવકે ૧૧ એપ્રિલેખાવાનું ઓર્ડર કર્યું હતું એવામાં તેમની ડિલિવરી આપવા માટે એક ડિલિવરી બોય સાયકલ લઈને આવ્યો હતો અને તેની પાસેથી ખાવાનું લઈને આદિત્યએ તેની માટે કંઈક કરવાનું નક્કી કર્યું.

યુવકે ડિલિવરી બોય પાસેથી માહિતી મેળવી કે એ પહેલાં અંગ્રેજી શિક્ષક હતો પણ એની નોકરી કોરોના દરમિયાન જતી રહી અને એટલે જ એને પોતાનું ગુજરાન ચલાવવા ફૂડ ડિલિવરીની કામ શરૂ કર્યું.

આ બધું જાણ્યા પછી યુવકે ડિલિવરી બોયની મદદ કરવાનું નક્કી કર્યું. એ પછી સોશિયલ મીડિયા પર આ બધી વાતો શેર કરવામાં આવી અને એમની વાત સાંભળીને લોકો એમની મદદ માટે આગળ આવ્યા. જોતજોતામાં 75 હજાર રૂપિયાની મદદ મળી અને ત્રણ કલાકમાં દોઢ લાખ રૂપિયા મળ્યા જેમાંથી દુર્ગા શંકર માટે બાઇક લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.