શાહિદ કપૂરને લગ્ન પછી છોડી દેવા માંગતી હતી મીરા રાજપૂત, આ હતું કારણ

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘જર્સી’ને લઈને ચર્ચામાં છે. તો શાહિદની પત્ની મીરા રાજપૂત પણ અભિનેતા વિશે દરરોજ નવા નવા ખુલાસા કરી રહી છે.

ક્યારેક મીરા તેના પતિનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે તો ક્યારેક તે તેના પતિ સાથેની સુંદર તસવીર શેર કરે છે. શાહિદ મીરાની ગણતરી બોલિવૂડના ટોપ કપલ્સમાં થાય છે, પરંતુ શું તમે જાણો છો કે એક વખત મીરાએ એક્ટર સાથે રહેવાની ના પાડી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)

તમે પણ આ સાંભળીને ચોંકી ગયા હશો, વાત જાણે એમ છે કે આ ઘટના ત્યારેની છે જ્યારે શાહિદ કપૂરની ફિલ્મ ‘ઉડતા પંજાબ’ રીલિઝ થઈ હતી. શાહિદે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે લગ્ન પછી જ્યારે તે મીરાને પહેલીવાર આ ફિલ્મ બતાવવા લઈ ગયો હતો, ત્યાર બાદ જે થયું તે તેને ચોંકાવી દેશે. શાહિદે જણાવ્યું કે, ફિલ્મ જોતી વખતે મીરા તેની બાજુમાં બેઠી હતી, પરંતુ ઈન્ટરવલ દરમિયાન તે મારાથી દૂર જવા લાગી.

મને આશ્ચર્ય થયું કે શું થયું, અમે હમણાં જ લગ્ન કર્યા હતા. અમે એકબીજાને સારી રીતે ઓળખતા પણ નહોતા. ફિલ્મ જોયા બાદ મીરાએ કહ્યું, ‘મારે તારી સાથે રહેવું નથી.’ મીરાની આ બાબત પર શાહિદે તેને સમજાવતા કહ્યું કે તે તેનું પાત્ર છે, તે અસલ જીવનમાં એવી નથી. તમને જણાવી દઈએ કે શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે અરેન્જ મેરેજ 7 જુલાઇ 2015ના રોજ થયા હતા.બન્ને 2 બાળકોના પેરેન્ટ્સ છે.

Leave a Reply

Your email address will not be published.